SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારેક જરૂર ઊગી નીકળવાનું છે અને તે પણ જેવી ભાવનાથી વાવ્યું હશે એવી જ ભાવના સાથે એ ઊગી નીકળવાનું છે. પારકાનો અપકાર યાદ ન રાખો; તેમ તમે કરેલો ઉપકાર પણ યાદ ન રાખો. બેઉ વસ્તુ ભૂલવા જેવી છે. ખરો ધર્મ તો એ છે કે અપકારીના અપકારને યાદ કર્યા વગર એની ઉપર ઉપકાર કરવો. આપણે તો ચંદન જેવા બનવાનું છે. કુહાડી ચંદનના ઝાડને કાપી નાખે છે, છતાં ચંદન તો કપાતાં કપાતાંય એને કાપનાર, કુહાડીના ફળાને-મુખને સુવાસિત કરતું જાય છે. કૃતજ્ઞી બનવા માટે આ ચારે વાત પુન: પુન: વિચારવી જ રહી. આપણા પર કોઈએ કરેલા ઉપકારને ભૂલવો નહિ; અને કોઈએ પણ કરેલા અપકારને સંભારવો નહિ. આપણે કરેલો ઉપકાર સંભારી આપવો નહિ અને આપણાથી ભૂલથી પણ થઈ ગયેલા અપકારની સાચા દિલથી ક્ષમા માગવી. તા. ૧-૯-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં - ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy