________________
હવે કંટાળોય નથી આવતો ? જે કર્યું તે પચાસ વર્ષ કરો કે સો વર્ષ કરો, એમાં નવાઈ અને નવીનતા શી છે ? જીવનમાં આજે આ પુનરાવર્તન સિવાય બીજું છે પણ શું ?
એક માણસ પાસે હજારની નોટ હોય તે વધારીને પાંચ હજારની કરે. પછી પાંચ લાખની કરે, પાંચ કરોડની કરે, એ કાગળની થપ્પીઓ કરતો જાય, ગોઠવતો જાય, મલકાતો જાય અને સંગ્રહીને રાજી રાજી થતો જાય, પણ એથી એના આત્મામાં કયા ગુણનો વધારો થયો ?
આ નોટની થપ્પીઓ કોઈ બીજા પાસે જાય તો એ પૂજાય; પહેલો પડ્યો રહે. તે વળી ત્રીજા પાસે જાય તો તે પૂજાય, બીજાનો કોઈ ભાવ પણ ન પૂછે. આમ માણસ આ યુગમાં ફૂટબોલની જેમ કેવો ગ્રાઉન્ડ પર આવી ગયો છે ! એક વા૨ તમારા સ્વજનો અને મિત્રોને ખબર પડે કે તમારી પાસે કંઈ રહ્યું નથી, પછી જુઓ કે કેટલા તમારી ખબર લેવા આવે છે, કેટલા તમારી પડખે બેસે છે અને કેટલા તમને ચા પાય છે. ત્યારે જ તમને લાગશે કે જે મૂલ્ય અને માન હતું તે તમારું નહિ પણ તમારી પાસે જે પેલી જડ વસ્તુઓનો ઢગલો હતો સંગ્રહ હતો તેનું હતું.
પણ આધ્યાત્મિકતામાં આવું નથી. ત્યાં વસ્તુની નહિ, પણ આત્માની અને આત્માના ગુણોની કિંમત હોય છે. ત્યાં વસ્તુ ગૌણ છે, અને તેથી જ ચૈતન્ય અને રઘુની મૈત્રી જોવા જેવી છે.
ચૈતન્યે એક અપૂર્વ ગ્રંથનું સર્જન કર્યું. રઘુએ પણ અતિ શ્રમ લઈ એક મહાગ્રંથનું સર્જન કર્યું હતું. ચૈતન્યનો ગ્રંથ, રઘુએ જોયો અને એને મનમાં ને મનમાં થયું : આવા સુંદર ગ્રંથ આગળ મારો ગ્રંથ કેમ ટકવાનો ? મારા પુસ્તકને તો કોઈ હવે સ્પર્શ પણ નહિ કરે. મારો શ્રમ પાણીમાં ગયો.
રઘુનો ચહેરો હવે ફિક્કો પડી ગયો છે. ચૈતન્યે એને પૂછ્યું : ‘મિત્ર, શું છે ? મુખ ઉપર વિષાદની છાયા કેમ ?'
રઘુએ કહ્યું : ‘મિત્ર, તારું સર્જન જોઈ મારું મસ્તક નમી જાય છે, પણ મને થાય છે કે મારો શ્રમ વ્યર્થ ગયો. આપણે બંનેએ એક જ વિષય પર લખ્યું છે, પણ તારી મૌલિકતા અદ્ભુત છે.' આમ એણે ચૈતન્યની પૂરેપૂરી પ્રશંસા કરી.
એક વાર પૂનમની રાત્રે બંને મિત્રો નૌકાવિહાર કરી રહ્યા છે. નૌકા સરિતાના જળ પર રમતી રમતી જળની મધ્યમાં આવી. ચૈતન્ય બે હાથથી કંઈ લીધું અને જળમાં પધરાવી દીધું. રઘુએ પૂછ્યું : ‘મિત્ર, મિત્ર આ શું કર્યું ?' ચૈતન્યે ચંદ્રિકા જેવું સ્મિત કરી કહ્યું : ‘એ તો મારા મિત્રના ગ્રંથરૂપી
Jain Education International
૨૯૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org