________________
છે ને ! પચીસ વરસ પછી એ યંત્ર પણ જૂનું બની જાય છે. આવું જોરદાર લોખંડ પણ જો ઘસાઈ જાય તો માણસના આ દેહને ઘસારો ન લાગે ?
આવા ઘસારા લાગેલા ઘરડા માણસને ક્યાં જવું ? એ હવે આજે કામ આપતો નથી એટલે આટલાં વર્ષ કરેલું એનું કામ પણ નકામું ગયું ? એનું મૂલ્ય કંઈ નહિ ? માત્ર ઉત્પાદનનું જ મૂલ્ય ? ઉત્પાદકનું સ્થાન કંઈ જ નહિ ? માણસ પ્રાપ્ત કરે તેનું જ સ્થાન; માણસનું કંઈ જ સ્થાન નહિ ?
હવે, પ્રાચીન કાળમાં શું હતું તે જુઓ :
ચૈતન્ય અને રઘુનાથ બંને મિત્રો. મૈત્રી એવી કે જાણે પુષ્ય અને પરાગ. બંને સમર્થ વિદ્વાન. ન્યાયશાસ્ત્રના પ્રચંડ જ્ઞાતા ગણાય. બંને કંઈનું કંઈ સર્જન કરતા જ હોય. મળે ત્યારે જ્ઞાનગોષ્ઠિ કરે. એકને ટેક, બીજાને ઉપર ચઢવાની તક મળે. એકમાં રહેલી ભૂલ બીજો દૂર કરે અને પાણીના સંગે જેમ વસ્ત્ર સ્વચ્છ થાય, તેમ મિત્રના સંગે મિત્ર શુદ્ધ થાય.
મિત્ર એસા કીજીએ, જો ઢાલ સરીખા હોય,
સુખમેં પિછે પડ રહે, ઓર દુ:ખમેં આગે હોય.” ક્ષત્રિયો ઢાલને પાછળ ખભે બાંધે છે. એ સુખના દિવસોમાં પાછળ પડી રહે છે, પણ સંગ્રામમાં ઘા ઝીલવા એ આગળ આવે છે. તલવારના ઝાટકા એ ઝીલે છે. મિત્રો પણ એવા હોય જે સુખમાં પાછળ હોય, પણ દુ:ખમાં આગળ થાય. વિપત્તિ સહીને પણ મિત્રને મદદ કરે. મિત્રને અધોમાર્ગે જતાં બચાવે.
આવા મિત્ર મળવા આજે મુશ્કેલ છે. એને તો શોધવા પડે છે - જેમ ઘર શોધો છો, તેમ મિત્ર પણ હજારો માણસોમાંથી શોધીને, ચૂંટીને મેળવવો પડે છે.
સમય થોડો છે. કામ ઘણું છે. માટે સમયનો સદુપયોગ થાય એવા જ મિત્રો તમારી આસપાસ હોવા જોઈએ. ખાલી વાતો કરે, ગામની નિંદા કરે, પત્તાં ફૂટ્યા કરે અને જ્યાંત્યાં તમારો સમય બગાડ્યા કરે, એવા મિત્રો શા કામના ?
માણસે આ જન્મ દ્વારા સાધના કરવાની છે; અભ્યાસથી ચિત્તને કેળવવાનું છે; યોગથી મન, વચન અને કાયાને સંવાદમય કરવાનાં છે; તત્ત્વજ્ઞાનથી આ વિશ્વની પેલી પાર શું છે તે જાણવાનું છે, એવો સંકેત મેળવવાનો છે. આવું બધું કરવાને બદલે, માત્ર ખાવા-પીવા-સૂવા અને ફરવાની જ વાતોમાં સમય જાય, તે શું ઉચિત છે ? ઘણાંય વર્ષ આ બધું તમે કર્યું.
ચાર સાધન ૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org