________________
બરાબર સમજની પાળ બાંધીને કાર પર-દયા
માટેની સાચી દયા, પર-દયા તમારામાં જાગશે. ભગવાનને ડંખવા જ્યારે પેલો ચંડકોશી ગયો ત્યારે ભગવાને એના ક્રોધની દયા ખાધી. આનું નામ પર-દયા.
આજે તો માણસ પોતાની આસપાસ પાપની પાળ બાંધીને જાતે જ અંદર પુરાઈ રહ્યો છે. જો આ સ્વ-દયા બરાબર સમજાશે તો ભાવ-દયા સમજતાં વાર નહિ લાગે. ભાવ-દયા આવતાં મા-બાપપણું આવશે. પોતાના જ દીકરાને કારણે મા દુઃખી હોય, છતાં પડોશી પૂછવા આવે ત્યારે એ પુત્રનું ઉપરાણું લે છે. એમ આપણે બીજાના દોષો, ખાનગી વાતો જાણતા હોઈએ છતાં અન્યને કહીએ નહિ, એને બદનામ ન કરીએ.
ગુનેગારને સુધારવો હોય તો એની વાતો સાંભળીને ચારે બાજુ ચંદરવો ન બાંધો; એથી તો તમેય નીચા ઊતરો છો. બીજાને સુધારવા માટે મા જેવા બનો; શોક્ય જેવા નહિ. બીજાને સુધારવા માટે અંતરની આવી ઉદારતા અત્યંત આવશ્યક છે.
આજે લોકો દાની અને ધર્મી બનવા ડોળ કરે છે, પણ ખરી રીતે જેમ મરજીવો સાગરને તળિયે ડૂબકી મારી મોતી શોધી લાવે છે, તેમ ધર્મી આત્માએ જિંદગીના ઊંડા સમુદ્રમાં ઊતરીને દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપ ધર્મની શોધ કરવાની છે. આ મુશ્કેલ છે અને અનેક જન્મો પછી એ પ્રાપ્ય બને છે. આપણે તો આજે વગર સાધનાએ જરાક તપ કરીને મોક્ષની ચિઠ્ઠી ફડાવવાની ઇચ્છા રાખીએ છીએ. પણ કુદરતનો તો કાનૂન છે : “જેવી કરણી તેવી પાર ઊતરણી' કુદરતને ત્યાં કાઈ લાંચરુશવત ચાલતાં નથી. ત્યાં તો અખંડ ને અમર એવો કાયદો જ કામ કરે છે.
આ દર્શન આપણને એમ સમજાવે છે કે મુક્તિ તરફ જનારે જીવનમાં ઊંડા ઊતરવું પડશે. દુનિયા પ્રત્યેની બાહ્ય દયા એ તો સામાન્ય દયા છે. પણ આપણું દિલ તો મા અને ગુરુ જેવું જોઈએ. આપણે કોઈની નિંદા ન કરીએ. આજે સોમાંથી પંચાણું જણ પાછળથી બીજાની ટીકા કરનારા હોય છે. પણ વાત્સલ્યથી, ભાવથી મોઢે ભૂલ કહી સહાય કરનાર માણસ નથી દેખાતા. જ્યાં સુધી આ સમજણ નહિ આવે ત્યાં સુધી આપણામાં ભાવ-દયા નહિ આવે.
બીજાને સહાયક થવા માટે આપણામાં સમ્યગુ દર્શન, પવિત્ર સમજણ લાવવાની જરૂર છે. આ ન જાગે ત્યાં સુધીની દયા તે બાહ્ય દયા છે, ભાવદયા નહિ.
આપણે જીવનમાં દયાનાં બેઉ પાસાં જોવાનાં છે; સ્વ-દયા અને પર-દયા. પર આત્માની અધોગતિ ઉપર તમે દયા ખાઓ છો, પણ આજના તમે કરોડાધિપતિ કાલે ક્યાં ફેંકાઈ જશો એની, તમારી પોતાની દયા ખાઓ છો
૧૨૦ : ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org