________________
પત્ની જેમ પતિની વાટ જુએ છે તેમ ભક્તનું હૃદય દાનના પ્રસંગ માટે કાયમ વાટ જુએ છે. ભગવાન આવે કે ન આવે, પણ ભક્તને તડપવું પડે છે. પ્રભુને પધરાવવાની આવી ધૂન પેલા જીરણ શેઠને લાગેલી. આહા ! એનું દિલ ભક્તિ અને દાનભાવથી કેવું ઊભરાતું હતું ! ભાવમાં ને ભાવમાં એણે બાર દેવલોક સુધી ઊર્ધ્વગમન કર્યું; આનું નામ ખરી ભક્તિ.
આવો ધર્મ, બહારની વસ્તુ કરતાં આંતર વસ્તુ સાથે વધુ સંબંધ ધરાવે છે. દાન વિના દેવ મળે નહિ, પણ એમાં દાન એ તો ગૌણ છે; ભાવના એ જ મુખ્ય વસ્તુ છે. ભાવના જાગ્યા પછી દાન આપ્યા વિના રહેવાય જ નહિ. આવું દાન દેવા માટે અંતરમાં ઝંખના જોઈએ; ઉલ્લાસ જોઈએ.
જીરણ શેઠને આવું થયેલું. એને થાય છે કે શેરીએ શેરીએ જળ છંટકાવું. એ એની ભાવના બતાવે છે. આજે તો સાધુના ત્યાગ પ્રત્યે જે રાગ જોઈએ તેને બદલે લોકોમાં ત્યાગ પ્રત્યે વૈરાગ્ય વધુ જાગ્યો છે ! આજના લોકો ત્યાગને ત્યજતાં શીખ્યા છે અને રાગને ભજવા લાગ્યા છે. ત્યાગની ભાવના આજે જૂના વખતની જેમ માનવીમાં પૂજ્યભાવ નથી જગાવતી.
આપણા હૃદયમાં પણ આજે તો રાગ આવીને બેઠો છે. એક સગો આવે કે જમાઈ આવે તો લેવા ને મૂકવા જાઓ છો, પણ સાધુને માટે એટલોય ભાવ આજે જણાતો નથી. જીરણ શેઠમાં આ ભાવ હતો, તો એને લીધે એ બાર દેવલોક સુધી પહોંચી ગયા.
દાન આપતા પહેલાં દાનની રુચિ જાગવી જોઈએ. એ એનામાં જાગી ગઈ હતી. એવી રુચિ હોય ત્યારે દાન દેવામાં કાંઈક જુદી જ મજા આવે છે. સમાજમાં નામ થશે, પ્રતિષ્ઠા વધશે માટે તમે ફાળામાં પૈસા ભરો એવા દાનની કાંઈ જ કિમત નથી. ખરી રુચિ હોય તો અંદરથી દાનનો ઉલ્લાસ, ઉમળકો જાગે. આ રુચિ હોય તો મનુષ્ય સાચો મનુષ્ય બની શકે. સાચું દાન મનુષ્યને બીજે જન્મે પણ મનુષ્ય બનાવે છે.
આ તો દાનની વાત થઈ. પણ આપણે તો દયાની વાત ચાલે છે. ગરીબો પ્રત્યે દયા આણવી તે દ્રવ્ય-દયા; ધર્મ વગરના ધનિકો પ્રત્યે કરુણા લાવવી તે ભાવ-દયા; પણ પોતે જ્યારે ક્રોધ, માન, માયા, લોભમાં સપડાઈને અવળે માર્ગે જતો હોય ત્યારે, વિચારીને પોતાની ઉપર દયા લાવવી, તે સ્વ-દયા. તમે ભિખારીની દયા ખાઓ છો, પણ તમે તમારી દયા ખાઓ છો ખરા ? શું તમારામાં કષાય નથી ? છે. તો પછી તે માટે કદી વિચાર કર્યો છે કે મારા આત્માનું શું થશે ? આવી દયા આવે છે ખરી ?
તમે ક્રોધ કરો ત્યારે તમારી દયા ખાઓ. એ શીખશો, પછી બીજાને
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૧૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org