________________
છે એના કરતાં અનેકગણી શક્તિ આપણા મનને ઊજળું બનાવવામાં વાપરવાની જરૂર છે.
કોઈ માણસ જન્મથી મહાન હોતો નથી. પોતાના પુરુષાર્થથી એ મહાન બને છે. અંતરનાં અજવાળાં બહાર લાવવા માટે આપણે આ પ્રયાસ કરવાનો છે.
મનુષ્ય માત્ર ટેવને આધીન છે. જેવી સંગત-સોબત હોય છે એવી એની ઉપર અસર થાય છે. જીવનનું જ્ઞાન મેળવવા, આત્માની અનંત શક્તિ પામવા માટે પણ એવી ટેવ પાડવી જરૂરી છે. એ ટેવની પાછળ માણસને જ્યારે ધૂન લાગે ત્યારે એને વિજય જરૂર મળી શકે છે.
આપણે સ્પષ્ટતાથી સમજી લેવું ઘટે કે દેહથી આત્મા ભિન્ન છે. દેહ અને આત્મામાં સામ્ય નથી. સુંદર નિમિત્ત મળતાં અંતરનાં દ્વાર ઊઘડી જાય છે, પોતાના સાચા સ્વરૂપની એને પિછાન થાય છે અને તે જાણે છે કે પોતે જ શક્તિનો સ્વામી છે. પછી એ પોતાની ઇન્દ્રિયોથી દોરાતો નથી, પણ ઇન્દ્રિયોને પોતે દોરે છે. અપાર એવા આ ભવસાગરમાં પોતાના આત્માની ખરી ઓળખાણ કરાવે એવો માનવ-જન્મ અત્યંત દુર્લભ છે. માટે માણસે જીવનનું એ મૂલ્ય સમજવું જોઈએ.
ધર્મરૂપી રત્નથી જ માણસ આવો મહાન બની શકે છે. પૈસા વગરનો ગરીબ તુચ્છ માણસ જેમ હીરા, મોતી ખરીદી શકતો નથી તેમ ગુણ વગરનો નિર્ધન પણ ધર્મરૂપી રત્ન મેળવી શકતો નથી. જે આત્માની પાસે ગુણોની મૂડી, વિવેકનો ખજાનો અને પુણ્યનો ઉદય હશે તે જ આ “ધર્મરત્ન'ને સમજી શકે છે.
દુનિયામાં પ્રકાશમય તત્ત્વ છે અને માણસ જ્યારે એ પ્રકાશમય તત્ત્વની શોધ કરવા ઇચ્છે છે ત્યારે તેની પાસે બુદ્ધિ, ગુણ અને પુણ્યનો વૈભવ આવશ્યક છે.
કહેવાય છે કે ચિંતામણી રત્ન, બધા હીરાઓમાં સૌથી વધુ મૂલ્યવાન છે, એની પાસે બીજા બધા હીરા અને ઝવેરાત નકામાં છે. માનવજીવનમાં ધર્મરૂપી રત્નનું સ્થાન પણ અમૂલ્ય ચિંતામણી રત્ન જેવું ગણવાનું છે.
દુનિયાની સામાન્ય વસ્તુની પ્રાપ્તિ માટે પણ જે ઇચ્છા અને સંકલ્પબળની જરૂર પડે છે, તેમ આ અમૂલ્ય “ધર્મ-રત્ન' પામવા માટે પણ ઇચ્છાશક્તિ વાપરવાની જરૂર છે. ઇચ્છા અને સંકલ્પબળ બેઉ સાથે ન વાપરો તો એકલી ઇચ્છા ફળશે નહિ, તમને વિજય મળશે નહિ.
દુનિયામાં માણસ જો આવી ઇચ્છા-શક્તિ કેળવે, તો તેને કશું અપ્રાપ્ય રહેતું નથી, માંગેલું મળ્યા વગર રહેતું નથી. જેટલા પ્રમાણમાં આત્માની આ ઇચ્છા-શક્તિ પ્રબળ તેટલા પ્રમાણમાં એને સફળતા જરૂર મળશે. કારણ ?
ધર્મરત્નનાં અજવાળાં : ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org