________________
તેં એક વાર સુખ લીધું છે, હવે દુ:ખ ભોગવી લે; સમતા રાખીને સહન કરી લે. આપણા માટે જીવનનો આ મહાપાઠ છે.
માણસ આજે સાધનોમાં સુખ માની એના મોહમાં પડ્યો છે, એટલે એનું જીવન શાન્તિમય, સમાધિમય ક્યાંથી હોઈ શકે ? જીવનમાં ધર્મને સ્થિર રાખવા માટે તો મનને સ્થિર રાખવું જરૂરી છે.
માનવીમાં અંતરની ભૂમિકારૂપી પાયો જો સધ્ધર ન હોય તો એની ઉપર ધર્મનો પ્રાસાદ ક્યાંથી ટકવાનો છે ? જીવનનું આ સાચું સુખ કેમ મેળવવું, એની દૃષ્ટિ આ “ધર્મ-રત્ન પ્રકરણ'નો ગ્રંથ બતાવશે.
બહારનાં માગી લાવેલાં સાધનો કેવી ફજેતી કરે છે તે પર મને એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક રાજાએ પોતાના હજામને એક જરીભરેલી શાલ ભેટ આપેલી. એ જ ગામના એક માણસે એના પુત્રના વરઘોડા વખતે વરરાજાને ઓઢાડવા માટે હજામ પાસેથી એ માંગી. પેલાએ હજામને કહ્યું કે કોઈને કહીશ નહિ કે મેં તારી પાસેથી આ માગેલી છે. પણ હજામથી મુંગા રહેવાય ?
ગામના લોકો આ કસબી શાલનાં વખાણ કરવા લાગ્યા, ત્યારે હજામે કહ્યું, “કોઈને કહેશો નહિ. પણ આ શાલ મારી જ છે. મેં જ આ શેઠને ઉછીની આપી છે.”
કહો આ માગી લાવેલી વસ્તુથી એનું માન વધ્યું કે ઘસ્યું ?
આપણા જીવનની ઘણીખરી વસ્તુઓ આવી ભાડૂતી જ છે. એથી આત્મગૌરવ વધવાનું નથી. અને એ બધાંને છોડીને આપણે ચાલ્યા જવાનું છે. પણ પણ માણસ જ્યારે સ્વસ્થ બની એના અંતરના ઊંડાણમાં ઊતરે છે ત્યારે એને જિંદગીની ખરી ગૃઢતાનું દર્શન થાય છે. પછી એ સમજે છે કે અંતરની સાચી, પોતાની સંપત્તિ જ સાત્તિ આપી શકે છે, અને જીવનને નચિંત અને શુદ્ધ રાખી શકે છે.
આત્માની અંદર રહેલા સત્ય, અહિંસાનો આંતરપ્રકાશ બહારના ઝાકઝમાળ કરતાં વધુ જરૂરી છે. હીરાની અંદર રહેલાં તેજનાં કિરણો હીરાના પાસાઓમાં રહેલાં છે. એ જ પ્રમાણે માનવીની અંદર આવી મહાન શક્તિ પડેલી છે. આપણું કાર્ય એને કેળવવાનું છે, બહાર લાવવાનું છે.
સામાન્ય માનવી ઇન્દ્રિયોનો દાસ બની જીવે છે, જ્યારે મહા-પુરુષો ઇન્દ્રિયોને દાસ બનાવી જીવે છે. આપણો પણ એવો પ્રયત્ન હશે તો ધીમે ધીમે આપણી અંદર પણ એ શક્તિ પ્રગટશે જ. વાસણને ચળકતું રાખવા એને ઘસવું પડે છે. કાટવાળા વાસણને ચળકતું રાખવા માટે જેટલી શક્તિ વાપરવી પડે
૧૮ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org