________________
ગોવાળને ખૂબ ગુસ્સો ચડ્યો. એને થયું કે આ માણસે જ બળદ સંતાડ્યા હતા. એટલે તે ગાળો દેવા માંડ્યો પણ ભગવાન તો ધ્યાનમાં હતા એટલે એની સામે પણ ન જોયું.
આથી ગોવાળે શૂળની ખીલી કરી મહાવીરના બન્ને કાનોમાં ખોસી દીધી. વેદના અસહ્ય હતી, છતાં મહાવીર ધ્યાનમગ્ન જ રહ્યા. દેહ પર થતી પીડાને દ્રષ્ટાભાવે જોઈ રહ્યા. ધ્યાનની સમાધિ ન છૂટી.
બીજો પ્રસંગ એવો છે કે એક વખત ઇન્દ્ર મહાવીર પ્રભુને વિનંતી કરી. “ભગવાન, આ બાર વર્ષ આપને બહુ જ કષ્ટ પડવાનું છે, એટલે આપ મને અનુજ્ઞા આપો, આપની રક્ષા અને સેવા માટે એક દેવને મૂકું.”
ભગવાને કહ્યું : “ઇન્દ્ર ! મોક્ષનો માર્ગ તો કંટકથી ભરેલો જ હોય, એ માર્ગે જનારાથી ચોકીદાર ન રખાય. મદદથી બીજું બધું મળે પણ મોક્ષ ન મળે.'
આવું હતું મહાવીરનું મહાવીરત્વ.
ત્રીજો પ્રસંગ એ હતો કે એક દિવસ ઉનાળાના બળબળતા બપોરે વનવગડાના માર્ગે તેઓ જતા હતા. ત્યાં એક ગોવાળે તેમને રોકીને કહ્યું :
આ રસ્તે ન જશો. આ માર્ગમાં અંક બહુ ભયંકર નાગ છે. એની નજર તમારા પર પડતાં જ કાયા કરમાઈને ઢળી પડશે.”
સરળ માર્ગ તો સૌ સ્વીકારે. પણ આ તો મહાવીર ! પર્વત આરોહણ કરનારા. ઝેરને પચાવે છતાં એમની પ્રસન્નતા ન જાય. એ તો ચાલ્યા ઉજ્જડ માર્ગ. માર્ગમાં એક રાફડો આવ્યો અને એ ત્યાં થંભ્યા.
માનવગંધ આવતાં નાગરાજ રાફડામાંથી બહાર આવ્યો. એની દૃષ્ટિ ઝેરી હતી. નજર પડે ત્યાં માનવ હોય કે વૃક્ષ, પણ તે ઢળી પડે. પોતાના રાફડા પાસે જ આસન જમાવનાર મહાવીરની હિંમત સામે એને ગુસ્સો ચડ્યો અને ગુસ્સો ઝેરી આંખ વાટે ઉલેચાઈ રહ્યો.
સાગરના પાણીમાં સળગતો ફટાકડો નાખીએ તો સાગરને કશુંય ન થાય.... પરંતુ ફટાકડો જ બુઝાઈ જાય તેવું બન્યું. મહાવીર તો પ્રેમના સાગર હતા. ચંડૌશિકના ક્રોધાગ્નિનું ઝેર એમને કશું કરી શક્યું નહિ. એની આંખનું ત્રાટક નિષ્ફળ નીવડ્યું. ખિજાઈને એણે મહાવીરના ચરણે જોરથી ડંખ માર્યો.
દંશ મારતી વખતે એને એમ હતું કે દેશ લાગતાં જ આ માણસ મૂછ ખાઈને એના પર ઢળી પડશે. એટલે પોતે ચગદાઈ ન જાય તેથી એ દૂર રહ્યો. પરંતુ એ દેશમાંથી તો દૂધની સેર છૂટી ! જીવમાત્ર પ્રત્યેના પ્રેમની ધારા હતી.
આજના વિજ્ઞાનના યુગમાં આ અતિશયોક્તિ લાગે છે. હું ભાવનગરમાં હતો ત્યારે ડૉ. હેમંતકુમારે આવી શંકા ઉઠાવેલી. એમણે પૂછ્યું હતું : “શું આ
સાધનોનું સૌદર્ય ન ૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org