________________
જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે, તેમનાં માતા-પિતા કોણ હતાં, એ પણ સહેજે યાદ આવી જાય છે.
મા-બાપો સંતાનને ધનનો વારસો આપે છે, પરંતુ પૈસાનો વારસો આપવો કે ન આપવો તેની બહુ મહત્તા નથી. મહત્તા છે – સંસ્કારનો વારસો આપવામાં. કારણ કેળવણી વિનાનો કે અધ્યાત્મજ્ઞાન વિનાનો માનવી ક્યાં જઈ અટકશે એ કલ્પી શકાતું નથી.
પહેલાંના જમાનાના માણસો થોડું ખપ પૂરતું ભણેલા હતા, છતાં એમનામાં છલ-પ્રપંચ જેવા દુર્ગુણો અલ્પ હતા. શાંતિથી જીવનરાજ્ય ચાલતું. પણ આજે જ્યારે શિક્ષણ વધ્યું છે, ત્યારે સુકૃતોનો, શાંતિનો તેમાં અભાવ છે. એટલા માટે જ કહું છું કે આજના શિક્ષણથી, ઘણું મળવા છતાં દુનિયાને ઓછું મળ્યું છે.
ગાંધીજી યુરોપ જતા હતા. જતાં પહેલાં તેઓ મા પાસે આશીર્વાદ લેવા ગયા. પૂતળી બા એક સંસ્કારી માતા હતી. પુત્રને આશીર્વાદ આપતાં કહ્યું : તું પરદેશ ભણવા જાય તેમાં હું રાજી છું. પરંતુ પરદેશમાં ધર્મને કેમ પાળીશ એ મને સમજાવ.”
આ સંસ્કારી માતા બાજુમાં રહેલા ઉપાશ્રયમાં ગાંધીજીને ગુરુમહારાજ પાસે લઈ ગઈ. એ જાણતી હતી કે વ્રતધારી ત્યાગી ગુરુઓ જે હિતશિક્ષા આપશે, તે ઘણી ઉપયોગી અને પ્રેરણાદાયી થશે. વ્રતધારી પાસે લીધેલી પ્રતિજ્ઞા, ધ્રુવતારકની જેમ એના જીવનમાં માર્ગદર્શક બની રહેશે.
ગુરુ મહારાજે દારૂ ન પીવો, માંસ ન ખાવું અને પરદારાગમન ન કરવું – આ ત્રણ પ્રતિજ્ઞા આપી, મોટા મનથી શુભાશીર્વાદ આપ્યા. ગાંધીજીએ આ વાત પોતાની આત્મકથામાં પણ લખી છે.
જૈન મુનિ પાસે લીધેલી આ પ્રતિજ્ઞા ગાંધીજીને વારંવાર યાદ આવતી, એટલું જ નહીં પણ ઘણી વાર એવાં પ્રલોભનો પણ જીવનમાં આવ્યાં હતાં. એનાથી જો એ ચલિત થઈ ગયા હોત તો હું ધારું છું કે એ મહાત્મા ગાંધી ન હોત, માત્ર મોહનદાસ જ હોત. આ બધો પ્રતાપ માતાએ આપેલા સંસ્કારનો છે.
ધનની ધમાલમાં ને ધમાલમાં મા-બાપો આજે સંતાન માટે સંસ્કૃતિનો વિચાર કરતા અટકી ગયા છે, પરંતુ તેથી નુકસાન તમારા જ ઘરમાં છે.
જે મહાપુરુષો થાય છે, જે સુપ્રસિદ્ધિ થયા છે, તે બધા વિદ્યાના પ્રતાપે થયા છે. વિદ્યા મેળવ્યા બાદ તેઓએ જીવનમાં એને ઉતારી છે, પચાવી જાણી છે.
૨૨૬ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org