________________
વૃદ્ધે કહ્યું : “તમારું નામ ઉક્સિકો. તમારે ઘરનો કચરો કાઢવો. ઘર સાફસૂફ રાખવું.”
બીજીએ કહ્યું : “હું પ્રસાદ માનીને ખાઈ ગઈ.”
વૃદ્ધે કહ્યું : “તમે ખાઈ ગયાં એટલે તમારું નામ ભક્ષિકા. તમારે રસોડું સાચવવું.”
ત્રીજીએ કહ્યું : “મેં તો સાચવીને રાખ્યા છે.” એમ કહી તિજોરી ખોલી દાબડી ઉઘાડી સસરાને દાણા આપ્યા.
વૃદ્ધે કહ્યું : “તમે આનું રક્ષણ કર્યું છે. તમારું નામ રક્ષિકા. તિજોરીની ચાવીઓ તમારે રાખવી. ઘરનું બધું ઝવેરાત તમારે સાચવવું.”
ચોથીએ કહ્યું : “મેં તો મારે પિયર મોકલ્યા છે. એ એમ નહિ આવે. ગાડાં મોકલો તો ભરાઈને આવે.”
વૃદ્ધે પ્રસન્ન થઈ કહ્યું : “તમે વૃદ્ધિ કરી, વધારો કર્યો. તમારું નામ રોહિણી. કુટુમ્બનું સર્વ સંચાલન તમારે સંભાળવું.” એમ ગુણ પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ.
શેઠે જોયું કે ચોથી વહુએ દીર્ધદષ્ટિ વાપરેલી હતી. એણે એવું કામ કર્યું કે જેથી પરિણામ સુંદર આવે. કામ તો બધાં કરે પણ એની પાછળ વિચાર જાઈએ. હજામ પણ એટલો તો વિવેક વાપરે જ ને ! બે જુદા અસ્ત્રા રાખે છે; બાળકને મૂંડવાનો અને પાડા મૂંડવાનો. એક જ અસ્ત્રો બેઉ માટે ન ચાલે.
જ્યારે માણસમાં આવો વિવેક આવે છે, ત્યારે જીવનમાં એનાં મૂલ્યો બદલાય છે. પછી એ એવાં કામો કરે છે જેથી ક્લેશ ઓછા થાય; લાભ વધુ
થાય.
શેઠની ચાર વહુઓ – ઉક્તિ કા, ભક્ષિકા, રક્ષિકા અને છેલ્લે રોહિણી. દરેકની વિશિષ્ટતા જીવનમાં તરી આવી. પણ રોહિણીની પ્રજ્ઞાની તીવ્રતા જુદી જ હતી. એણે પોતાના કાર્યથી પોતાનું જ નહિ, પણ કુળનું ગૌરવ વધાર્યું.
એ દીર્ઘદૃષ્ટિવાળી હતી. એને દાણા આપ્યા હતા હાથથી પણ એણે પાછા વાળ્યા ગાડાંઓ ભરીને. આમ જીવનમાં થોડું મળે તો પણ એને વિકસાવીને જીવન ભરો. કામ એવું કરીએ કે જેથી સૌનું સારું જ થાય. ગુણો તથા વ્રતોના વિકાસ અને વૃદ્ધિ માટે દીર્ઘદૃષ્ટિ આપણા ધર્મજીવનમાં ખૂબ જ આવશ્યક છે. તા. ૧૨-૮-૧૯૬૦
૧૦૬ જે ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org