________________
છે તે સારી વાતને ગ્રહણ કરવા તૈયાર હોય છે.
જેનામાં માધ્યભાવ નથી તે એક બાજુ નમી પડે, ઢળી પડે છે ને વાતને એવી રીતે પકડે છે કે પછી એ બીજાને સાંભળવા તત્પર નથી હોતો; છેવટે સત્યથી વંચિત રહીને જિંદગી પસાર કરે છે. આવા માણસને કદી સત્ય મળી શકતું નથી.
તમે જોયું કે આ માધ્યસ્થભાવ સાથે સૌમ્યતા જરૂરી છે. માધ્યસ્થ સાથે સૌમ્યતાની દૃષ્ટિ હશે તો એ જરા જરા વાતમાં ઉગ્ર નહિ બને. જો માણસ જરાક નિમિત્ત મળતાં ઉગ્ર થઈ જાય, તો પછી ધર્મનો અર્થ શો ? નાની વાતમાં આવેશમાં આવી જવું અને નિમિત્ત ન મળે ત્યાં સુધી હું ગુસ્સો નથી કરતો એવો આડંબર કરવો એ તો ખોટું છે. એમ જુઓ તો કૂતરુંય નિમિત્ત ન મળે ત્યાં સુધી તો ભસતું જ નથી ! એ પણ અજાણ્યાને જુએ છે તો જ ભસે છે. નિમિત્ત ન મળે ત્યાં સુધી જ શાંત રહીએ, એ તો કૂતરુંય કરે છે; પછી એનામાં ને માણસમાં ફેર શો ?
દરેક પ્રવૃત્તિમાં માધ્યસ્થભાવ અને સૌમ્ય દૃષ્ટિ કેળવો. સામો માણસ કદાચ તપી જાય તો પણ તમે ગરમ ન થાઓ. તમે જાણો છો કે હથોડો પોતે જો ઠંડો રહે તો જ એ લોખંડને ટીપી શકે. એ પોતે ગરમ થઈ જાય તો એ પોતાના હાથાને જ પ્રથમ બાળી નાખશે. યાદ રાખજો કે ઉશ્કેરાટ અને અશાન્તિ સાથેની અનેક ક્રિયાઓ કરતાં, એક મિનિટની શાન્તિપૂર્ણ ક્રિયા વધુ મહત્ત્વની છે. અશાન્તિ તો બધી ક્રિયાઓને ભરખી જાય છે.
કહેવાય છે કે “મિયાં ચોરે મૂઠે અને અલ્લા ચોરે ઊંટે.” એમ આપણે ખૂબ મહેનત કરી ધર્મક્રિયા કરીએ, પ્રવૃત્તિ કરીએ, પૂજા-સેવા કરીએ, સમતા કેળવીએ અને જરાક નિમિત્ત મળતાં જો એક જ મિનિટની ગરમીમાં એ શાન્તિનો નાશ કરીએ, તો કેટલું નુકસાન થાય ! એક નાનો એવો અગ્નિનો તણખો કરોડ મણ રૂને બાળી નાખે છે. એમ આપણી અશાન્તિ, આપણા ક્રોધની એક જ ચિનગારી, સમતારૂપી રૂને બાળી નાખશે.
આપણી આ સમતા જીવનના પ્રસંગોમાં કેમ ચોરાઈ જાય છે એ જોતા રહો. સારા અને ખરાબ પ્રસંગ વખતે આપણું માનસિક સમતોલપણું જળવાય છે કે તૂટે છે, એનું ધ્યાન રાખો.
એક ટેકરી ઉપર એક સાધુ રહેતા હતા. ત્યાં એક દિવસ એક ભક્ત આવ્યો અને સાધુને કહે કે મારે જાત્રાએ જવું છે, માટે આ સો સોનામહોર સાચવો. સાધુ કહે ભાઈ ! મેં સંસાર છોડ્યો છે, તે શું તારી સોનામહોર સાચવવા ? એ કાંઈ મારું કામ નથી. પણ પેલાએ બહુ જ આગ્રહ કર્યો, ત્યારે
ધર્મરત્નનાં અજવાળાં ૬ ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org