________________
નહિ, પણ પુરુષાર્થ, બૈર્ય અને જીવન-સંગ્રામમાં હિમ્મત આપી આગળ વધારનાર જીવનસાથી દેખાશે, પછી સંસાર, માત્ર અર્થ અને કામનો અખાડો ન બનતાં, જીવન-સોપાન ચઢવા માટે ધર્મમય સંસારના અર્થ અને કામ એ નિસરણીનાં પગથિયાં જેવાં લાગશે.
તમે સૌ એમ તો નથી માનતા ને કે તરવાનું કામ તો સાધુઓનું, અમારે તો ગમે તેમ જીવવાનું, કારણ કે અમે તો સંસારમાં બેઠા છીએ. આ દૃષ્ટિ બરાબર નથી. સંસારને તમે આટલી નીચી કક્ષાએ ન મૂકો. આ તો કર્મભૂમિ છે; રે, ધર્મભૂમિ છે. એમાં તમારે પ્રયત્ન કરી આગળ આવવાનું છે. જેમ કીચડમાંથી કમળ આવે છે તેમ, તમારે આસક્તિ અને રાગદ્વેષમાંથી ઉપર આવી, પંકજની જેમ અધ્ધર રહેવાનું છે. આ સંસારમાંથી તમે ઊંચામાં ઊંચી વસ્તુ પામવાના છો. અહીં પ્રાપ્ત ન થઈ શકે એવી વસ્તુ એકેય નથી, કારણ કે મોક્ષ જેવી પરમ દુર્લભ વસ્તુ પણ આ જીવન દ્વારા જ સિદ્ધ થઈ શકે છે.
તમે રોજ પાંચ મિનિટ પણ બેસીને વિચાર કરો છો કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના છીએ અને જતી વખતે શું લઈ જવાના છીએ ? પતિ અને પત્ની, પિતા ને પુત્ર, માતા અને દીકરી, મિત્ર અને સાથી – ભેગા થઈ કદી એવો વિચાર કરે છે કે આપણે અહીં કેમ ભેગાં થઈ ગયાં અને અહીંથી છૂટા પડ્યા પછી ક્યાં ભેગાં થઈશું ?
બહારગામ, આગળ-પાછળ જવાના હો તો ક્યાં મળશે તેની ગોઠવણ કરો છો ને ? કલકત્તા જવાના હો તો નક્કી કરો છો ને કે હું કેનીંગ સ્ટ્રીટમાં ઊતરીશ; તમે હેરિસન રોડ ઉપર ઊતરશો, પણ આપણે અમુક ઠેકાણે, અમુક દિવસે જરૂર મળીશું. આવી કોઈ ગોઠવણ, અહીં પછીના જન્મ માટે કરી છે. ખરી ? તમે પૂછશો કે તે શક્ય છે ? હું કહું છું કે હા, તે શક્ય છે જ. સારી કરણી કરીએ, સમાનભાવ કેળવીએ તો ભગવાન મહાવીર અને શ્રી ગૌતમની જેમ, નેમ અને રાજુલની જેમ, કેટલાય ભવો સુધી એકબીજાના સંપર્કમાં રહી અંતે મુક્તિ પામી શકાય. કર્મના કચરાને દૂર કરી નિર્મળ બનીને શાશ્વત મૈત્રીમાં ગોઠવાઈ જવાય છે. આ તો અમરતાનો માર્ગ છે. અહીં દટાઈ જવાનું નથી; એનાથી ઉપર જવાનું છે. કેટલાક ધર્મો એમ માને છે કે કયામતના દિવસ સુધી કબરમાં દટાઈ રહેવું પડે છે. આ કેવો અજ્ઞાનભર્યો વિચાર છે ! ચૈતન્ય જેવા ચૈતન્યને, લાખો વર્ષ સુધી કબરમાં દટાઈ રહેવાની વાત કરે છે ! આપણે ત્યાં તો દેહ પડે અને ડૉક્ટર આવીને શરીર તપાસે તે પહેલાં તો ચૈતન્યનો પ્રવાસ ચાલુ થઈ ગયો હોય છે. અહીં ચૈતન્ય નિત્ય નવીન પ્રવાસી છે. આપણે કહીએ છીએ કે આત્મા મરતો નથી; મરે છે તે દેહ છે. કબરમાં શરીર દટાય, આત્માને કોણ દાટી શકે ? ધૂળની શી
૨૯૨ : ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org