________________
છે. તમારા જેવાં જ સ્વપ્નો અને ભાવનાની ઊર્મિઓ છે. આવેલાને તરછોડો નહિ. ભોગ એટલે તમે એકલા જ ખાઓ એમ નહિ, પણ આવેલાને આપી, વહેંચીને ખાઓ.
- જ્યાં દિલ છે. દિલદારપણું છે. ત્યાં સંપત્તિ વધ્યા જ કરે છે. કોઈ અતિથિ થઈ તમારે દ્વારે આવે ત્યારે તમે તેને પ્રેમથી સૂકો રોટલો ખવડાવશો, તોય એને એ મીઠો લાગશે. પણ કમનથી શ્રીખંડ-પૂરી ખવડાવશો, તો એ ઝેર રૂપે પરિણમશે. માટે દાન આપો, લક્ષ્મી વાપરો તો મનથી વાપરજો. આમ, પ્રેમથી વાવેલી લક્ષ્મી, જ્યાં જશો ત્યાં એ તમારી આગળ હશે.
એક ગરીબ માણસ રોજ ચોળા અને તેલ ખાઈ કંટાળી ગયો હતો. એને થયું, લાવ બનેવીને ત્યાં જાઉં. કારણ કે એના બનેવી મોટા શ્રીમંત હતા. તે શહેરમાં રહેતા હતા, એટલે બનેવીને ત્યાં એ આવ્યો. એ દિવસે બનેવીને થયું : રોજ બદામની કતરી અને મીઠાઈ ખાઈ થાકી ગયા છીએ ! આજે ફરસાણ બનાવીએ અને ખેતરથી તાજા ચોળા મંગાવી, તેલ ને ચોળા ખાવાનો પ્રોગ્રામ ગોઠવ્યો.
બહેનને ત્યાં ભાઈ આ જ સમયે પહોંચ્યો. બહેનને ખબર નહીં કે ભાઈ મીઠાઈ ખાવા આવ્યો છે. બહેને તો ખૂબ પ્રેમથી આગ્રહપૂર્વક ભાઈને જમવા બેસાડ્યો. ભાણામાં ચોળા આવેલા જોઈ, ભાઈએ પૂછ્યું : “અરે, તમે અહીં ક્યાંથી ?”
પડખે એક ડાહ્યો માણસ બેઠો હતો, એ સમજી ગયો. તેણે ધીરેથી કહ્યું : ભાઈ ! માણસ ટ્રેનમાં આવે છે. પણ તકદીર તારથી આવે છે. મૂંઝાયા વિના, જે છે તે ચૂપચાપ ખાઈ લે...”
સામા માણસના તકદીર એવા હોય છે ત્યારે રોજ મીઠાઈ ખાનારા પણ એ દિવસે ચોળા ખાવાનું વિચારે છે. જ્યારે ભાગ્યહીન મીઠાઈ ખાવાને ઇચ્છે છે, ત્યારે તેને ત્યાં પણ ચોળા જ ખાવા મળે છે.
તમારો સારો દિવસ છે, તો દાન વડે હાથને શુદ્ધ કરતાં શીખો. લેવું ખૂબ અને દેવામાં કાંઈ નહીં; જમવું બધાનું અને જમાડવું કોઈને નહીં; તો એવો વ્યવહાર ક્યાં સુધી ચાલશે ?
ખેતરમાંથી ખેડૂત માલ ઉતારે છે. જરૂર હોય તેટલો પોતાના માટે રાખે છે, પણ ખેતરમાં હોય ત્યારે એનું ધાન્ય ઢોર ખાય, મોર ખાય અને થોડું ચોર ખાય, વધે તે સમાજને ચરણે ધરી દે. એ અનાજ શ્રમ- પરસેવાવાળું છે, છતાં એનામાં દાનની ભાવના ઊંડે ઊંડે પડી છે. જો દાન ન કરે, ભોગ ન કરે, તો એ નાશ થવા માટે બેઠું જ છે.
૨૨૦ - ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org