________________
સમજાશે. મનમાં મંથન કરો, તો સાધના વિના, તન પણ તત્ત્વહીન લાગશે. મન ઘણું ચંચળ છે. એ ફાવે તેમ વિચાર્યા કરે છે. એક રાજા ફરવા માટે બગીચામાં ગયો. ત્યાં જઈ એણે આરામ કર્યો, પરંતુ સામેથી કોઈ રાજા સૈન્ય લઈ આવી રહ્યો છે, તેમ તેને જણાયું, અને એના મનમાં તરત એવો વિચાર ઉદ્ભવ્યો : ‘એ મારા પર ચઢાઈ કરે તો પહેલાં હું જ તેને મારી નાંખું !' અને પછી તો પૂછવું જ શું ! એનું મન મારવા અને કાપવાના કામે લાગી ગયું. એણે મનથી યુદ્ધ આદર્યું. આમ મનમાં ને મનમાં એણે બધી પાપની ઘટમાળ ઘડી કાઢી.
જેનું મન હાથમાં છે, તેના હાથમાં આખું જગત છે. મહાવી૨ પ્રભુ મનને જીતવા નીકળ્યા. સાડાબાર વર્ષ સુધી તપસ્યા કરી તેમણે મનને સાધ્યું. સામેથી આવી રહેલા રાજાએ જોયું તો ગામનો રાજા બગીચામાં બેઠો છે, એટલે તેણે વિનયથી પ્રણામ કરી કહ્યું : ‘હું દૂરની જાત્રાએ નીકળ્યો છું. આપ અહીં જ મળ્યા એ સારું થયું. ‘હું આપને વિનંતી કરવા જ આવતો હતો. આપ પણ મારી સાથે જાત્રા કરવા પધારી મને લાભ આપો.'
આ રાજાને થયું : હાશ ! આ શત્રુ નથી, જાત્રાળુ છે. પણ જોવાની ખૂબી તો એ છે કે એક જાત્રા કરવા જાય છે, તો બીજો એને મારવાનો વિચાર કરે છે ! જગતમાં માણસો આમ વગર વિચારે જ, મગજમાં શાંતિ લાવવાને બદલે અશાંતિ સ્થાપે છે.
ચિંતકો કહે છે : હે માનવી ! શત્રુ છે તે પણ તું જ છે; મિત્ર છે તે પણ તું જ છે. જેવાં ચશ્માં પહેરશો તેવું તમને દેખાશે. દૃષ્ટિ તેવી સૃષ્ટિ.
‘તત્ત્વસિ’
મને આ પ્રસંગે કવિ દલપતરામ ને નાટ્યકાર ડાહ્યાભાઈનો પ્રસંગ યાદ આવે છે. એક કવિ છે, તો બીજા નાટ્યકાર. બન્ને સ્વતંત્ર છાપામાં લખતા. માણસજાત ઘણી ઈર્ષાળુ. ઈર્ષાથી ડાહ્યાભાઈ પોતાના છાપામાં લખે છે : દલપતરામ તો ‘એકલી સ્ત્રીઓ ગાય તેવાં જોડકણાં જ લખે છે. તેમાં શું તત્ત્વ છે ?' જ્યારે કવિ દલપતે એ લખ્યું ‘ડાહ્યાભાઈ તો આખો દિવસ ભવની ભવાઈ જ લખે છે ! એ નાટક નહિ, ભવાઈ છે !'
એક દિવસની વાત છે. અમદાવાદમાં પર્યુષણના દિવસો હતા. સ્થળે સ્થળે સાધુમહારાજે પ્રવચનો આપતા હતા. અચાનક એક ત્યાગી મુનિરાજનું પ્રવચન સાંભળવા, ડાહ્યાભાઈ જઈ ચડયા.
ત્યાગીઓ પાસે શું હોય ? ત્યાગની વાતો. એ દિવસે ‘િિત્ત મે સર્વો ભૂલ્ડ્સ' એ વિષય ઉપર વ્યાખ્યાન આપતાં મુનિવર્યે કહ્યું : ‘મનના વસ્ત્ર ઉપર
Jain Education International
૨૩૮ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org