________________
એમ માનીને ચાલ્યો જાય છે. બાપ અંદર મૂંઝાય છે, હવા આવતી નથી, ઘણી લાતો મારે છે પણ તિજોરી ઊઘડતી નથી. અંદર નોટો ઘણી પડી છે, પણ આવી દશા થાય ત્યારે નોટો શું કામ આવે ? અંદર બેઠો બેઠો રિબાય છે, તેની ખબર કાઢનારું ત્યાં કોઈ નથી.
મહાપુરુષો કહે છે : “ધન કોઈક વાર તનને મારે.' બાપ તિજોરીમાં બેઠો છે, બહાર નીકળવું છે, પણ બારણું બંધ થઈ ગયું છે. હવા મળતી નથી એટલે ટળવળી-ટળવળીને મરી જાય છે. ત્રણ દિવસ સુધી પુત્ર અને સ્વજનોએ તપાસ કરી પણ પત્તો ન લાગ્યો. પછી તિજોરીમાં કેટલું ધન છે તે જોવા માટે ખોલી તો અંદરથી કોહવાઈ ગયેલો બાપ નીકળ્યો !
લક્ષ્મી કેવી દશા કરે છે તે જુઓ ! ઘણા તો લક્ષ્મી માટે જન્મ્યા અને લક્ષ્મી માટે મરવાના ! રૂપિયા ખાતર જન્મ અને રૂપિયા ખાતર મરે એવા તો ઘણાય મળવાના. પણ આત્મા ખાતર જન્મ અને આત્મા ખાતર કરે તેવા તો વિરલ જ હોય છે.
ગુરુ એવા જોઈએ જે શિષ્યના હિતનો ઉપદેશ આપે. પરિગ્રહ આદિના સંગથી છોડાવે. પણ ગુરુઓ જ જો વ્રતોને પોતાના જીવનમાં આચરતા ન હોય, અને પોતે પરિગ્રહમાં ડૂબેલા હોય તો તેમના ઉપદેશની ધારી અસર થતી થતી.
રત્નાકરપચીશીના કર્તા રત્નાકરસૂરિજી મહારાજ સુંદર ઉપદેશક હતા. તેમણે એક ચંદરવો રાખેલો, ચંદરવામાં મોતી મઢેલાં. શ્રાવકોને વ્યાખ્યાનમાં પરિગ્રહના અનર્થો સમજાવે અને પૂછે કે : “સમજ્યા ? તે વખતે એક રૂ નામનો શ્રાવક હતો, તે હોશિયાર અને ગંભીર હતો. તે કહે, “સાહેબ નથી સમજ્યા !” આ વાક્ય દ્વિઅર્થી છે. જેમ સામાન ઉપાડનાર કહે: “શેઠ મજૂર ! શેઠ મજૂર !” રત્નાકરસૂરિ મહારાજ જુદી જુદી રીતે પરિગ્રહ અંગેનું વર્ણન કરે છે. પણ પેલા કહે છે કે “સાહેબ હજી નથી સમજ્યા.' રત્નાકરસૂરિ મહારાજ વિચાર કરે છે. વિચાર કરતાં તેમને સમજાય છે કે, જ્યાં સુધી મને આ મોતીની મમતા છે ત્યાં સુધી ગમે તેટલો ઉપદેશ આપું તેની અસર થવાની જ નહિ. એટલે તેમણે મોતીને વાટીને ફેંકી દીધાં. બીજે દિવસે હૃદયની વિશુદ્ધિથી સુંદર ઉપદેશ આપ્યો ત્યારે શ્રાવક કહે કે, “સાહેબ હવે સમજ્યા.”
અમારા મનમાંથી પરિગ્રહ નીકળ્યો, સંસારની વસ્તુને વામી નાખી, હવે મનમાં અને તનમાં પરિગ્રહની મમતા શી ! આવતી કાલનો વિચાર અમારે શા માટે કરવાનો હોય ? અઢાર પાપસ્થાનક ખમાવી “એગોહે નલ્થિ મે કોઈ, નાહમનસ્સ કસ્સઈ'નું ચિંતન કરનારા તેઓ હંમેશ એમ વિચારે કે, જગતના
૩૦૦ % ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org