________________
ભાવનાથી મુનિના પાત્રમાં ખીર રેડી દે છે, અને આનંદથી એનું મન ભરાઈ જાય છે. તેનું મન આજે દિવાળી સફળ કર્યાનું મધુર ગીત ગાતું થઈ જાય
છે.
ત્યાં તો કામ પૂર્ણ કરી મા પાછી ઘરે આવે છે. ખીર બધી ખલાસ થયેલી જોઈ એને નવાઈ લાગે છે. બાળક પણ કેવું ગંભીર ! એના દાનની બડાઈ ન મારી.
આ રબારી મરીને શાલિભદ્ર થાય છે !
દાન જેટલું ગુપ્ત થયેલું હશે, જેટલું સુયોગ્ય પાત્ર પડેલું હશે, જેટલું શુદ્ધ હશે, એટલે એ ચેતનાને ઊર્ધ્વગામી બનાવવામાં મદદરૂપ થશે.
- અત્તરની બાટલીનું વિચારો. બાટલીનું ઢાકણું બંધ હોય ત્યાં સુધી એની સુવાસ દીર્ઘજીવી રહે છે, તેમ જ આ દાનનું ઝરણું જેટલું ગુપ્ત હશે તેટલું જ એ દીર્ઘ ફળ આપનારું બનશે.
આજે તમે શાલિભદ્રજીની રિદ્ધિ માગો છો, અભયકુમારની બુદ્ધિ ઇચ્છો છો પણ શાલિભદ્રના દાનની ભાવનાને માગતા નથી. દાન આપ્યા વગર રિદ્ધિ ક્યાંથી મળવાની ?
સ્ટીમના જોરથી સેંકડો ટન વજનની ગાડી ખેંચી જવાય છે ને ? ભાવનામાં આવી શક્તિ નથી એમ કોણ કહે છે ? પણ તે ભાવના, બળવાન, સંકલ્પમય હોવી જોઈએ.
- લક્ષ્મી તમારા ઘરે આવી છે. તે દાનને માટે છે. દાનની સાથે અવાંતર રીતે ભોગ પણ આવી જાય છે; અને જો તમે એ બેઉમાં નહીં વાપરો તો એ લક્ષ્મીનો ત્રીજો માર્ગ – નાશ તો થવાનો જ છે.
રબારી પાસે જેવી દાન આપવાની ભાવના હતી તેવી ભાવના માનવ પાસે આવે, તો બીજા અનેક શાલિભદ્રો આ ધરતી ઉપર અવશ્ય ઉત્પન્ન થાય જ અને તે પોતાના કુળને અને શાનને ઉજાળનારા બને.
[]
ચાર સાધન - ૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org