________________
લાગે છે. એટલે તેણે સ્પષ્ટ કહ્યું કે ‘શે તુમી મુક્તી' અને પળવારમાં શેઠને એ ભુલાયેલી પુત્રી યાદ આવતાં જોરથી એ રડવા બેઠા. પારકી દીકરી એટલે કાંઈ નહિ અને પોતાની પુત્રીની વાત આવી ત્યાં કેવો મોહ ! આવે વખતે જ આપણે વિશ્વ-એકાત્મભાવના દોરનો વિચાર કરવાનો છે. સાચા ધર્મીના અંતરમાં આવું દયાનું ઝરણું નિત્ય વહેવું જોઈએ.
એટલે સ્વદયા ને પરદયાની સાથે આપણે ત્રીજી ભાવના વિશ્વએકાત્મભાવ કેળવવાનો છે. જ્યારે મારા જેવો જ આત્મા સર્વત્ર છે, સૌને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે એમ આપણે સમજતા થઈએ ત્યારે વિચારના ગળણાથી ગાળ્યા વગરની, દરેક અગળણ પ્રવૃત્તિ આપણે કરતાં અટકીશું. પછી એવો વિચા૨ક સહેજે જોશે કે હિંસક દવાઓ, હિંસક ચામડાની વસ્તુઓ એ બધું અયોગ્ય છે. પણ આને માટે સૌથી પ્રથમ તો આપણું મન વિશ્વની સાથે એકાત્મભાવ અનુભવતું થવું જોઈએ; પછી દયા, અહિંસા વગેરે સ્વાભાવિક બની જશે. એક મોટા સાધુ સંગે, એક નાનો સાધુ શ્રમણ જંગલમાં વિહાર કરી રહ્યો હતો. આમ તો એ છોકરો નાનો હતો છતાં એનો આત્મા જાગ્રત થયેલો, છતાં ઉંમરની અસર પણ રહે ને ! એણે પાણીનું ભરેલું એક ખાબોચિયું જોયું. એની બાલ્યવૃત્તિને પાણીમાં છબછબિયાં કરવાનું મન થયું. એણે તેમ કર્યું, ખાબોચિયાને સાગર કલ્પી, લાકડાના પાત્રને હોડી માની, એ તરાવી આનંદ માણતો હતો, ત્યાં પેલા સાધુએ આ જોયું. એણે એને કહ્યું કે પાણીમાં જીવ હોય, વનસ્પતિ હોય, ને આપણાથી આવું થાય ! બસ સાંભળતાં જ છોકરો જાગ્રત થઈ ગયો. ‘આત્મવત્ સર્વ મૂર્તવુ' સમજનાર આવું કરે ? એવો જ્ઞાની ઉતાવળે કોઈ પ્રવૃત્તિ કરે નહિ અને કદાચ થઈ જાય તો પશ્ચાત્તાપ-અનુતાપ કરે. આને પણ અનુતાપમાંથી, ગદ્ગદતી વિચારણામાંથી કેવળજ્ઞાન જાગી ગયું.
એ મુનિનું નામ હતું અતિમુક્ત ! પશ્ચાત્તાપ દ્વારા એ કેવો જલદી મુક્ત થઈ ગયો !
એવો પશ્ચાત્તાપ એ મનોભૂમિકાની વાત છે. આપણાં શ્રવણ, વાચનપ્રવચનમાંથો આવું માનસિક પરિવર્તન જાગવું જોઈએ. એને બાહ્ય દેખાવ સાથે કશો સંબંધ નથી, એને કોઈ જાતના થર્મોમીટરથી માપી શકાતું નથી. આત્માની અંદર આવી રીતે જે સૂક્ષ્મ સ્પંદનો જાગે છે, તેને માપી શકાતાં નથી, પણ એની અનુભૂતિ જરૂ૨ થઈ શકે છે.
આવા માનસિક પરિવર્તનથી ગઈ કાલનો ખરાબમાં ખરાબ ગણાતો માણસ, આજે સારામાં સારો બની શકે છે. જેને મનની સમજણ જાગી જાય
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ૧૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org