________________
બહુરૂપીએ કહ્યું : હું બહુરૂપી છું. મેં તે વખતે સાધુનો વેશ લીધો હતો. જે વેશ લીધો તેનું ગૌરવ સાચવવું એ વિવેકીનું કર્તવ્ય છે.
બહુરૂપી પણ સમજે છે કે, સાધુ એટલે તદ્દન નિ:સ્પૃહી. તે પોતાના વેશને વફાદાર રહે છે. ઉપર આપેલ શ્લોકમાં પણ ગુરુ કેવા હોવા જોઈએ તે સમજાવ્યું છે.
ગુરુપદનું વર્ણન કરતાં કહ્યું છે કે
:
તૃણપ૨ે પડખંડ છંડીને, ચક્રવર્તી પણ વરિયો; એ ચારિત્ર અક્ષય સુખ કારણ, એ મેં ચિત્તમાં ધરિયો.
ત્યાગી એવા ભાવથી રંગાયેલ હોય તો જ તમારા પર અમારા ત્યાગની અસર પડે, પણ અમને જો તમારા વૈભવનો, તમારી સંપત્તિનો રાગ હોય, તો તેમને ત્યાગમાર્ગ કેવી રીતે સમજાવી શકાય ? ત્યાગ ઉપર રાગ કરાવવા માટે સાધુના જીવનમાં પૂર્ણ ત્યાગ હોવો જોઈએ.
-
સાધુ એટલે જગતનો તારણહાર. તમે એમ માનો કે અમારા પરિગ્રહને અમારા વધી ગયેલા પરિગ્રહના વાળને ઉતારનાર તે સાધુ ? વાળ વધી જાય તો કઢાવો છો, નખ વધી જાય તો પણ કઢાવો છો, ન કઢાવો તો તેમાં મેલ ભરાય, મેલમાં જંતુઓ પણ હોય તે જમતી વખતે પેટમાં જાય અને માંદા પડાય. આથી નખ ઉતરાવવા જ જોઈએ. તેવી રીતે પરિગ્રહ ભેગો થાય અને તેને ન ઉતારો તો એક દિવસ આખા ને આખા ચાલ્યા જવાનો પ્રસંગ આવે. સાધુના ઉપાસક એવા ગૃહસ્થ પાસે અહિંસાને આકાર આપવા ઓછામાં ઓછા આ બે નિયમ તો હોવા જોઈએ: (૧) સ્વદા૨ાસંતોષ અને (૨) પરિગ્રહ પરિમાણ. જગતની જેટલી સ્ત્રીઓ છે, તેને માતા તથા બહેનની દૃષ્ટિથી જુઓ. જેનામાં આ ષ્ટિ નથી તેનું જગતમાં કોઈ સ્થાન નથી. તેવી જ રીતે પરિગ્રહનું પરિમાણ ન કરો તો જેવી રીતે રબ્બરના ફુગ્ગામાં બહુ પવન ભરવામાં આવે એને મોટો થતાં થતાં છેવટે ફૂટી જાય, તેવી જ દશા પરિગ્રહ પરિમાણ ન કરનારની થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
जहा लाहो तहा लोहो लाहा लोहो पवढ्ढड् !
જેમ જેમ લાભ થતો જાય, તેમ તેમ લોભ વધે છે. લાભથી લોભની અભિવૃદ્ધિ થાય છે. કપિલ બે માસા સોનું લેવા રાજા પાસે ગયો, રાજાએ તેને ઇચ્છા મુજબ માગવા કહ્યું. કપિલ વિચાર કરવા લાગ્યો. આખુંય રાજ્ય માગતાં
Jain Education International
૨૯૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org