________________
સ્તવનની અંદર પણ કવિએ પંખીની ઉપમા લીધી છે. એ જ વાત કહી છે કે, હે પ્રભુ ! હું તને ચક્રવાક અને ચક્રવાકીની જેમ ચાહું છું. તેઓ એકબીજા માટે ઝૂરે છે, તેમ હું તારા દર્શન માટે તલસું છું. આ સુંદર ઉપમા આપણને પંખી પાસેથી મળે છે. આપણે એ જોવાનું છે કે તમારું સંસારનું દામ્પત્યજીવન આજે ચક્રવાક-ચક્રવાકી જેવું, પંખી જેવુંય રહ્યું નથી. પંખીમાં દિલ અને ભાવની એકતા હોય છે. ઝૂરતા સારસની આંતરવ્યથા જુઓ તો આ જણાશે.
પણ અમરતાનો વારસો તો માત્ર માનવીને જ મળેલો છે. માનવીએ પંખીની જેમ સાથે રહીને માત્ર મરવાનું જ નહિ, પણ અમર બનવાનું છે. નહિતર તમે એ માનવ નામને શોભાવશો નહિ. મનુષ્ય સાયુજ્યભાવથી સાથે ઊંચે ઊડવાનું છે.
જ્યારથી આ જન્મ-મરણથી ગાડીમાં બેઠા, ત્યારથી એ ગાડી એના અંતિમ ધ્યેય તરફ ચાલ્યા જ કરે છે. વાતોમાં અને પ્રવૃત્તિમાં તમારું જીવન વહી રહ્યું છે; કાળનો પ્રવાહ એને ઘસડી રહ્યો છે. આ માટે આપણી આંખો ક્યારે ઊઘડશે ?
આ કાળનો પ્રવાહ ક્યારેક તો બે આત્માને છૂટા પાડી દેવાનો જ છે. અને તેમ થશે તો તમે ક્યાં ભેગા થશો ? નેમ-રાજુલની જોડી જેવા ઉદાત્ત, ઊર્ધ્વગામી બનવાની કલ્પના કદી આવે છે ? મોક્ષમાં પણ ભેગાં. આનું નામ જ આદર્શ-જીવન. આદર્શ દામ્પત્યમાં એક વ્યક્તિ બીજાની પૂરક બને છે. પણ કેટલાક ઠેકાણે તો દામ્પત્યજીવન પશુતાનો એક અખાડો માત્ર થઈ ગયો છે ! જ્યાં મર્યાદા, સંયમ જોઈએ ત્યાં પશુતાનું પ્રદર્શન છે.
આ માટે જ્ઞાનીને સાંભળી એમના વિચારોનું ચિંતન કરીએ કે જેથી આપણે ઊંચે જઈ શકીએ. આપણે ચર્ચા રહ્યા છીએ તે ગુણોનું જીવન આપણને ધીમે ધીમે ઉપર લઈ જાય છે. મા જેમ બાળકની આંગળી ઝાલી ધીમેથી એક એક પગથિયું એને ચડાવે છે તેમ જ્ઞાનીઓ, ધર્મના એક-એક પગથિયે આપણને ઊંચે લઈ જાય છે. આમાંનું એક પગથિયું તે સુદાક્ષિણ્યભાવ. એવો માણસ પરોપકારનું કામ મળતાં પાછી પાની નહિ ભરે. લોકના સદૂભાવથી પણ કાર્ય કરે જ કરે.
એક ગામમાં એક ફોઝદાર; ખૂબ દૂર. એની એક આંખ કાચની, બનાવટી હતી પણ કોઈ ઓળખી ન શકે એવી સુંદર. એક વાર એની પાસે એક ચતુર ગુનેગાર આવ્યો. એને થયું કે એની પરીક્ષા તો લઉં. એણે ગુનેગારને કહ્યું કે જો તું મારા પ્રશ્નનો જવાબ સાચો આપીશ તો તારી શિક્ષા માફ કરીશ. બોલ જોઈએ, મારી કઈ આંખ બનાવટી છે ?
૯૮ ૧ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org