________________
કરતી હતી. નાની બત્તી બંધ કરી તો પૂર્ણિમાની જ્યોત્સ્ના આવતી દેખાઈ. આ વિચારથી એ અંદર ઊતરી ગયા, ધ્યાનમાં ઊતરી ગયા. એમણે વિચાર્યું કે પરમાત્માની જ્યોત્સ્ના પણ આવી રહી છે, પણ મારા અહંનો નાનો દીવો ૫૨માત્માની જ્યોત્સ્ના જોઈ શકતો નથી ત્યારે સોહનો પ્રકાશ આવતો દેખાય છે, અને દિલને, મનને અને પ્રાણને ભરી દે છે.
મહાવીરે પોતાના અહંને દૂર કરવા ધ્યાનને પકડ્યું. ધ્યાનના પ્રયોગથી વિચારને અહિંસક બનાવ્યો.
બીજી વાત વાચા. આપણા ઉચ્ચારમાં એક પ્રકારની દ્વિધા ભરેલી છે. આપણે સભા સમક્ષ કાંઈ બોલીએ, અને એકાંતમાં કંઈ બીજું જ બોલીએ. લોકો સમક્ષ પ્રશંસા કરીએ અને લોકોથી દૂર થતાં એકબીજાને કાપવાનું, એકબીજાનું બગાડવાનું, એકબીજાનું બૂરું બોલવાનું શરૂ કરીએ છીએ. આપણી વાણીમાં મધુરતા-મીઠાશ આવવી જોઈએ તેને બદલે વાણી કાતિલ અને કર્કશ બની ગઈ છે. તે કાતિલ અને કર્કશ બોલી પહેલાં આપણને જ નુકસાન કરે છે. પહેલાં તો આપણે મિતભાષી બનવાનું છે. ભગવાને એને માટે મૌન બતાવ્યું. મૌનથી ઉચ્ચારનું સંશોધન કરી, શુદ્ધ કરી, સ્યાદ્વાદિ અહિંસક વાણી બનાવવી.
હવે આવે છે આચાર, જીવનમાં જ્યાં સુધી ત્યાગ-તપશ્ચર્યા નહિ આવે ત્યાં સુધી જીવનવિલાસી રહે છે અને વિલાસી જીવન કોઈ પ્રકારના કામમાં આવતું નથી.
લોકો કહે છે કે મહાવીર મોટા તપસ્વી હતા. તેમણે માત્ર તપશ્ચર્યાની જ વાત કરી છે. હું કહું છું કે મહાવીરે તપશ્ચર્યાનો વિરોધ કર્યો છે. એમણે કહ્યું કે જે અજ્ઞાનથી તપશ્ચર્યા કરે છે તે માનવને નીચે લઈ જાય છે. અજ્ઞાનતપ એ કષ્ટ છે. નિર્જરાનું કારણ નથી. એમણે કહ્યું કે તમારો આચાર શુદ્ધ અને સુંદર બનાવવા માટે તપ કરો, પણ તપ દંભ ન થઈ જાય અને અતિશય થઈને તમને પરેશાન ન કરે એ વિચારતા રહો.
વિચાર, ઉચ્ચાર અને આચાર એ ત્રણ સાધનોને અહિંસાનું રૂપ આપવા માટે એમણે ધ્યાન, મૌન અને તપશ્ચર્યાનાં સાધનોથી પોતાના જીવનને અહિંસામય બનાવી લીધું. આ સાધનાને અંતે એમને જે પ્રાપ્ત થયું એનું નામ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન એટલે PERFECT KNOWLEDGE સંપૂર્ણ જ્ઞાન. એ કેવળજ્ઞાનના પ્રકાશમાં એમણે જે મેળવ્યું એ જ એમણે દુનિયાને આપ્યું. પ્રભુએ માનવઆત્મા માટે, પ્રાણીમાત્ર માટે અને વિશ્વ માટે ત્રણ વાત
બતાવી.
પ્રાણી ત્રણ વસ્તુનો ઇચ્છુક છે : સુખ, મૈત્રી અને આઝાદી.
આ ત્રણ વાતને ભગવાને સુંદર વળાંક આપ્યો. એમણે કહ્યું કે માણસને સુખ જ નહિ, પણ શાંતિ સુદ્ધ જોઈએ છે. આ સુખ ઇન્દ્રિયોના સુખમાં નહિ
Jain Education International
-
૩૨૬ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org