________________
રહે. ખરાબનો વિશ્વાસ, ખરાબ માણસ પણ કરતો નથી; જ્યારે સદગુણીના સૌ સુપક્ષી બને છે; તેની પ્રશંસા એના શત્રુઓ પણ મનમાં તો કરે જ. સદ્ગુણની આ મહત્તા છે.
સુપક્ષવાળો માણસ આમ અનુકૂળ સ્વજો પામે છે. એવા ધર્મી માણસ માટે સૌને માન રહે છે, એને સૌ સાથ આપવા તૈયાર રહે છે. આવા નિર્વ્યસની માણસને ઘરમાં સૌ અનુકૂળ મળે છે. એનું તપ, સામા માણસમાં ભાવના જગવે છે. પછી એવા તપમાં એની આગળ આવતી પ્રતિકૂળતા પણ એને અનૂકૂળતા બની જાય છે. જીવનનું આખું વાતાવરણ એવાને અનુકૂળ થઈ જાય છે.
એક કુટુંબમાં એક પુરુષ ઘણો જ સજ્જન અને સદાચારી હતો. એક વાર પ્રવાસે જતાં સ્ટેશન ઉપર એ પાણી ભરવા ગયો અને ટ્રેન આવી લાગતાં એના પગ કપાઈ ગયા. એ પંગુ બન્યો. તેની સ્ત્રી એના સર્વ સદ્ગુણને અને એના સદાચારને જાણનારી હતી. એણે પતિને કહ્યું કે તમારાં બધાં કામ હવે હું કરીશ; તમે કશી ચિંતા ન કરતા.
આ બાઈ સવારે ઘરનું કામ કરી, રસોઈ કરી ખેતરમાં જાય; ત્યાં ધ્યાન આપે અને સાંજે ઘેર પાછી આવે. આ જોઈને પતિને થયું કે મારા પગ નથી ચાલતા તેથી એ મારું કામ કરે છે, તો મારે એનું થોડુંક ઘરકામ ઉપાડી લેવું જોઈએ. એણે એક જગ્યાએ બેસી રસોઈ તૈયાર કરી આપવા માંડી, એવું ઘરકામ કરવામાં એને કાંઈ શરમ ન હતી.
એણે ગામના લોકોને કહ્યું કે મારા પગ નથી ચાલતા તેથી મારાથી બીજી તો શી સેવા થાય, પણ ગામમાં જે કોઈ સાધુ-સંત આવે એને મારે બારણે મોકલવાનું પુણ્ય લેજો. પછી ગામમાં જેટલા સાધુ, બાવા, જૈન તિ જે આવે તે પશા પટેલને ત્યાં આવે. એણે ઘર ચોખ્ખું રાખેલું. આવનારની એ ખૂબ ભક્તિ કરે. એ કહેતો કે હું ઘરમાં બેઠો બેઠો ખાઉં, એ કરતાં રસોઈ કરી, અભ્યાગતોની સેવા કરી, અને મૂઠી દાન દઈને, ખાઉં તો શું ખોટું ? આવું દાન દઈને જ હું મારું જીવન ધન્ય બનાવીશ.
આવા માણસને કરોડપતિ સંગે જરાક સરખાવી જુઓ અને તમને લાગશે કે કરોડપતિ કરતાં આવા માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ વધુ સુખી છે. કારણ, એ શ્રમ કરે છે., પસીનો પાડે છે અને સાધુસંતોની ભક્તિ કરીને ખાય છે અને શ્રમને કારણે આવતી ઊંઘમાં શાન્તિથી રાત પસાર કરે છે.
જિંદગી શું છે એનું માપ પૈસા, ધન, સત્તા અને અધિકારથી ન મપાય. તેથી તો સરવૈયું ખોટું આવશે. પણ આ વાત ક્યારે સમજાય છે ? એ બહુ મોડી સમજાય છે. આવી સારી વાતો આજે તો અહીંથી સાંભળીને હજી તમે
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં મૈં ૧૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org