________________
નંબરના નવરા હોય છે, પણ પ્રમાદી અને આળસુ હોવાથી “મારે સમય નથી' એમ કહી ખોટો બચાવ કરે છે.
સાચો અને ઉદ્યમી માણસ તો સમયમાંથી પણ સમય કાઢે છે, જ્યારે પ્રમાદીનો સમય તો એની આળસ જ ખાઈ જાય છે. પંડિત નેહરુ પણ હમણાં આરામ હરામ હૈ'નો સંદેશ આપી રહ્યા છે. ભગવાન મહાવીરે તો આજથી પચીસસો વર્ષ પહેલાં કહેલું કે એક ઘડીનો પ્રસાદ કરશો તો, ઊધઈ જેમ ઘર અને ઝાડને કોરી ખાય છે, તેમ એ પ્રમાદ તમારા ગુણોને ખાઈ જશે.
- તમારામાંના ઘણા સવારે આળોટવામાં, તંદ્રામાં કલાકો નકામા બગાડો છો, નકામા વિચારોમાં કલાકો ગાળો છો, પણ આ નકામા વિચારો અને ચિંતા, તમારા અંતરને કોરી ખાશે; માટે એવો સમય જ એને ન આપો. આંખ ઊઘડતાં જ પ્રસન્નતાથી ઊભા થાઓ, ભગવાનનું નામ લો, સુંદર વિચાર કરો અને કામ શરૂ કરો. યાદ રાખજો કે કામથી કોઈનો આત્મા થાકતો નથી; કામથી એ ઘરડો થતો નથી; કામ જ માણસને તાજો અને તંદુરસ્ત રાખી શકે છે.
ધર્મ આપણને કદીય નિર્માલ્ય બનવાની વાતો નથી કરતો. ધર્મનું કામ તો “મૃત્યુ મારો મિત્ર છે,” એમ કહીને આગળ વધારવાનું છે. ધર્મને મૃત્યુનો ડર કદીયે હેરાન કરે જ નહિ.
સુદાક્ષિણ્યવાળો માણસ તેની પ્રવૃત્તિઓમાંથી પણ સમય કાઢીને, સ્વકીય વ્યવહાર બાજુએ મૂકીને પણ દાક્ષિણ્યતાને લીધે પરોપકારનું કામ કરવા તૈયાર થઈ જાય છે. આવા માણસને “ગ્રાહ્ય વાક્ય' કહેવામાં આવે છે. એનું વચન પડ્યા પહેલાં લોકો ઝીલી લે છે.
પણ આવું ક્યારે બને ? જો તમે લોકોને માટે ક્યારેક કાંઈક પણ કર્યું હોય તો આમ થાય. આજે તો આપણે અપેક્ષા વધુ રાખીએ છીએ અને ઉપેક્ષા વધુ કરીએ છીએ, પણ લોકોની ઉપેક્ષા કરીને આપણે અપેક્ષા કેમ રાખી શકીએ ? ઘણી વાર અમુક માણસે મારું કામ કર્યું નહિ' એમ તમે ફરિયાદ કરો છો; પણ એ વખતે જાતને જરા પૂછો તો ખરા કે તમે એનું આજ સુધી કેટલું કર્યું છે ?
બાળક અને માબાપ, શેઠ અને નોકર, પ્રધાનો અને પ્રજા – આજે એક બીજાને આ જ પ્રશ્ન પૂછે છે કે તમે અમારા માટે શું કર્યું છે ? ચૂંટણીવેળા મત લઈ ગયા પછી, પ્રધાન મોં બતાવે છે ખરા ? અને છતાં એ અપેક્ષા તો રાખે જ છે કે હું કહું તેમ તમે કરો; મત મને જ આપો. પણ આમ માત્ર ભાષણો ઝીંકવાં, એ કાંઈ સેવા ન કહેવાય.
પાલિતાણામાં આગમ-મંદિરનું કામ ચાલતું હતું. તે વખતની એક વાત
૯૪ 5 ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org