________________
જ શ્રેયસુ અને પ્રેયસુનો વિવેક. જેઓ પોતાના મનને ધોઈને સાફ રાખે છે તેઓ શ્રેયસને પહેલાં વધાવે છે; પણ જગતનો મોટો ભાગ તો પ્રેયસુનો જ રસિયો હોય છે.
આને માટે રોજ મૌન, વાચન, શ્રવણ, મનન જરૂરી છે. ચોકીદાર જેમ આખી રાત જાગી આલબેલ પોકાર્યા કરે છે એમ આપણે જીવનમાં સતત સાવધાન રહેવાનું છે. કારણ, ઝોકું ક્યારે આવશે એની શી ખબર ? આ માટે જીવનમાં પ્રતિપળની જાગૃતિ આવશ્યક છે.
એટલે આ પાપભીરુતાનો અર્થ એ છે કે આપણાથી પાપ થવું ન જોઈએ, અને થયું હોય તો ખેંચ્યા કરવું જોઈએ. એવું જીવનમાં રહે ત્યાં સુધી ચેન ન પડવું જોઈએ. જેમ પથારીમાં કાંકરો કે પીન રહે ત્યાં બેચેન બની જાઓ છો, એમ આપણને પાપ કરતી વખતે થવું જોઈએ. આપણને એ ખટકવું જોઈએ; આમ ન જ થાય' એવો અવાજ સ્વાભાવિક રીતે અંતરમાંથી જાગવો જોઈએ.
આ ક્યારે આવે ? આ આપણે આપણી અંદરથી શોધવાનું છે. જો કે બહારથી ધર્મી કહેવડાવનારા ઘણા હોય છે, પણ અંતરને શોધવું ઘણું મુશ્કેલ
ડૂબકી મારી મનને શોધવું એ કાંઈ બે-પાંચ વ્યાખ્યાનો સાંભળ્યું નહિ બને; એને માટે તો સાધના જોઈશે.
આપણે સાંભળીએ છીએ કે “જેવી કરણી તેવી પાર ઊતરણી'. આ કુદરતનો નિયમ છે. ખુદ ભગવાન મહાવીરનેય સહન કરવું પડ્યું છે. ત્યાં કોઈની લાગવગ ચાલતી નથી. ત્યાં જે સહાયક બને છે કે, આપણા આત્માનું પુણ્ય.
આપણે જીવનના સંજોગોમાંથી લપસી ન પડીએ એ માટે આ છઠ્ઠો સોપાનમંત્ર આપણને અપાયો છે. જગતમાં બળવાન લાગતા માણસે પણ અંતરમાં આ પાપભીરુતા સદા જાગ્રત રાખવાની છે.
આવો પાપભીરુ માણસ આ લોકમાં કેમ વર્તે, વિચારે અને પરલોકમાં કેમ શાન્તિ પામે એ હવે પછી જોઈશું. - તા. ૧૯-૭-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં * ૦૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org