________________
આમ માણસ માટે જેટલું વફાદાર હોય છે એટલે આજે માણસ બીજા માણસ માટે વફાદાર છે ખરો ?
થોડા સમય બાદ શેઠનું મૃત્યુ થયું અને એનું પેલું સંગીત પણ બંધ થયું. હવે કૂતરાને ન સંગીત સંભળાય, ન માલિક દેખાય. એને આઘાત લાગ્યો. ખાવું, પીવું છોડીને એ પરવશ પડ્યું રહેતું. ઘરના માણસોએ ઘણા ઉપાયો કર્યા પણ એણે ખાવાનું ન લીધું. છેવટે એક જણને વિચાર આવ્યો કે શેઠના સંગીતનું રેકર્ડિગ કરેલું છે, એ એને સંભળાવીએ. એ લોકોએ તેમ કર્યું, અને શેઠનો અવાજ સાંભળતાં કૂતરું હર્ષમાં આવ્યું, નાચવા લાગ્યું અને આનંદનાં અશ્રુ સારવા લાગ્યું. પછી તો રોજ એ રેકર્ડ સાંભળે, તો જ ખાય, જુઓ ! શ્વાનમાં પણ કેવો ભાવ ! વાતાવરણને પરિણામે કેવી સમજણ આવી ! વાતાવરણની અસર એણે કેવી ઝીલી ! હીઝ માસ્ટર્સ વૉઇસની રેકર્ડ જોજો કે માલિકના અવાજને એ કુતરું કેવી એકાગ્રતાથી સાંભળે છે.
માટે હંમેશાં સારી કથા કરો. આથી આપોઆપ ખરાબ કથા બંધ થઈ જશે. બાકી તો જે લોકો અગાઉ કહી છે તેવી ચાર કથામાં પડ્યા રહે, તેમનાં મન કલુષિત થાય છે. પછી ધુમાડાને લીધે ચીમની ઉપર મેશ વળતાં દીવાનો પ્રકાશ જેમ નથી દેખાતો, એમ આ ચાર કથાના કરનારાને, વિવેક રૂપી રત્નનો પ્રકાશ દેખાતો નથી; એનો તેજોમય ઝળહળતો પ્રકાશ એને જણાતો નથી અને જ્યાં આમ વિવેક નષ્ટ થાય છે પછી ચારે બાજુ અંધકાર સિવાય શું રહે ?
કોઈ પણ કાર્ય માટે પ્રથમ આ વિવેક જરૂરી છે. માણસને તો આલોક અને પરલોક બેઉનો વિચાર કરવાનો છે. જે માણસ સતુ અને અસતુનો વિચાર કરી વર્તે છે. તેને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ જ નથી આવતો. પોતાને, પોતાના મનને, શરીરને નુકસાન કરે તેવું કાંઈ જ નથી કરતો.
ધર્મ શું છે ? ધર્મ એટલે વિવેકનો સાર. જે પ્રવૃત્તિ કરો તેમાં વિવેક ન હોય તો એ ધર્મકાર્ય નથી. ધર્મમાં વિવેક પ્રથમ જોઈએ. વિવેક વગરનું કાર્ય માણસને નુકસાન કરે છે.
એક વાર એક કાશ્મીરી અને એક મદ્રાસી મુંબઈમાં ભેગા થયા. બન્નેને મૈત્રી થઈ પણ મદ્રાસનો માણસ ચકોર હતો. જ્યારે કાશ્મીરી, લાગણીવાળો, ઉદાર પણ વિવેકહીન હતો. લાગણી સાથે વિવેક પણ જોઈએ. એ એનામાં નહિ. છૂટા પડતી વખતે બેઉએ એકબીજાને સરનામાં આપ્યાં. અને પોતાને ત્યાં આવવા આમંત્રણ આપી રાખ્યું.
પછી ઉનાળો આવ્યો ત્યારે કાશ્મીરી મદ્રાસ ગયો. મદ્રાસીએ ભાવથી એનો સત્કાર કર્યો. ખૂબ તાપના એ દિવસો હતા, આથી મદ્રાસીએ ભોજનમાં શ્રીખંડ
૧૪૬ * ધર્મરત્નાનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org