________________
ભગવાન મહાવીરની સાધના શિખરો પર શિખરો સર કરતી હતી. એ સાધનાની પ્રશંસા દેવરાજે પોતાની સભામાં કરી. એટલે સંગમ નામના દેવને મહાવીરની પરીક્ષા કરવાનું મન થયું. એના મનમાં એક વાતની ગાંઠ હતી કે માનવી એટલે નિર્બળતા. દુઃખ આવતાં એ ગમે તેને માનવા કે ગમે તે કરવા તૈયાર જ હોય. સંગમે પહેલાં તો ખૂબ પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા. અનેક કષ્ટો આપ્યાં. એમાં નિષ્ફળ થતાં એવાં પ્રલોભનભર્યાં અનેક અનુકૂળ આકર્ષણો સજ્ય પણ એ બધામાં એ નિષ્ફળ જતાં એ પોતે જ થાક્યો.
છ મહિના સુધી અનેક પ્રકારની પીડાઓ આપી તોય ભગવાન મહાવીર અડગ રહ્યા.
મહાવીરને સ્વસ્થ જોઈને એનો ગર્વ ઓગળી ગયો અને એ પ્રભુના ચરણમાં નમી પડ્યો. ભગવાન મહાવીરની આંખ વેદનાથી ભીની થઈ. આંસુ સરી પડ્યાં. એ આંસુ એમના દુ:ખનાં હતાં ?
ના, એમની વેદના તો એ હતી કે એમના સમાગમમાં આવવા છતાં સંગમે છ-છ મહિના સુધી મલિન વિચાર કર્યા ! આવા પાપ કરવાથી એને દેવગતિમાંથી નીચ ગતિમાં જવું પડશે, એ ખ્યાલથી ભગવાન મહાવીરના હૃદયમાં કરુણા ઊપજી. વિશ્વમૈત્રી એટલે શત્રુ પ્રત્યે પણ કરુણા.
આ રીતે સાધના દ્વારા કરુણાનો છંટકાવ કરતા ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સુધી અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા અને આખરે સાધના અને આરાધનાથી સાડાબાર વર્ષને અંતે એમનાં કર્મો નાશ પામ્યાં અને તેઓ કેવળજ્ઞાન પામ્યા.
આ સાધનાનો પ્રકાશ દુનિયાને ખૂણેખૂણે પ્રસર્યો. એ કિરણ હું જ્યાં ભણતો હતો, એવા દૂરના પ્રદેશમાં કે જ્યાંની ભાષા કન્નડ છે, એમાં પણ પ્રસર્યો છે.
હું ભગવાન મહાવીર પ્રતિ કેવી રીતે આકર્ષિત થયો, એ મારા જીવનની એક નાની કહાણી છે. હું જે પ્રાંતમાં મોટો થયો, ત્યાંની ભાષા ગુજરાતી નથી પણ કન્નડ છે; અને આજથી બત્રીસ વર્ષ પહેલાં હું જૈન ધર્મથી પરિચિત પણ નહોતો. ત્યાં એક દિવસ કન્નડ ભાષામાં ભગવાન મહાવીરના ઉપદેશનો એક સુંદર અનુવાદ વાંચ્યો. એ વાક્ય હતું : “જે રીતે આંબાનું ઝાડ ગોટલીમાં છુપાયેલું છે એ રીતે હે માનવ ! તારા દેહમાં પરમાત્મા-ભગવાન છુપાયેલો છે, એને તું શોધી લે.”
બસ, આ એક નાનું વાક્ય મને સ્પર્શી ગયું. જે રીતે આંબાની ગોટલીમાં એક મોટું વૃક્ષ છે અને ચકમકમાં આગ છે, તે પ્રકારે આપણા શરીરમાં, આપણી કાયામાં જ પરમાત્મા છે, ઈશ્વર છે. આ જ વાત ભગવાન મહાવીરે
સાધનોનું સૌંદર્ય ૪ ૩૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org