Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 333
________________ પોતાના જીવનમાં જીવીને પ્રગટ કરી. નયસારના જીવનથી પ્રારંભ થયેલો વિકાસ ભગવાન મહાવીરના જીવનમાં પૂર્ણતાના શિખરે પહોંચ્યો. એ માનવમાંથી મહામાનવ બન્યા. બીજનો ચંદ્ર પૂર્ણ ચંદ્ર બન્યો. ભગવાન મહાવીરની કરુણા જીવમાત્ર પ્રત્યે વહેતી હતી. એ મહાભિનિષ્ક્રમણ પાછળ પ્રાણીની અસહાયતાનું દર્શન હતું. એમણે જોયું કે દુનિયાના જીવો અત્રાણ છે, નિરાધાર છે. લોભી અને લંપટ પુરુષો, સ્ત્રીને ગુલામ તરીકે રાખતા હતા. એક એક પુરુષ નવ સ્ત્રી, પંદર અને બત્રીસ સ્ત્રીઓ સુધી રાખતો. જેમ આજે મનુષ્ય પશુઓને રાખે છે તેમ તે રાખતો. સ્ત્રીઓની આ અવદશા ? કોઈએ કહ્યું કે ના રસ્ત્રી સ્વાતંત્ર્યમ ઉમટ્ટીતિ – સ્ત્રી સ્વાતંત્ર્યને લાયક નથી. સ્ત્રી સ્વાતંત્રતાનો અવાજ ઉઠાવે, પુરુષો આટલી આટલી સ્ત્રીઓને કેમ પરણી શકે ? પુરુષો પોતાની કામવાસનાને કાબૂમાં-સંયમમાં રાખવાને બદલે સ્ત્રીઓને કામ અને નરકની ખાણ કહી વખોડતા હતા. અરે, સ્ત્રીઓનું મોં ન જોવામાં ધર્મ માની પવિત્રતાનો દેખાવ કરતા હતા. બીજી વાત : ધર્મના જ નામ પર પશુઓના બલિદાન થતાં હતાં, અધ્વર્યુ સ્નાન કરી, પવિત્ર થઈ ફૂલો ચડાવી દેવોની મૂર્તિ સામે જ યજ્ઞમાં અબોલ પશુઓની હિંસા કરતો. દશાશ્વમેધ કરતો. આ જોઈને દિલમાં કરુણા ઊપજી. ત્રીજી વાત : જાતિવાદનો ભેદ. ઉજળિયાત લોકો શૂદ્ર મનુષ્યને તુચ્છતા અને તિરસ્કારની દૃષ્ટિથી જોતા. તેને એટલો અન્યાય થતો કે તેની સાથે એક પશુ જેવો વ્યવહાર રાખતા. કદાચ પશુને પણ સારી રીતે રાખતા હશે. એને ઢેઢ કહી, ચમાર કહી, શૂદ્ર કહી કાઢી મૂકતા. તે લોકોનો અચાનક સ્પર્શ થઈ જતો તો ઢોરમાર મારતા. આ માનવજાતની ભયંકર અવહેલના હતી. મનુષ્ય જેવા મનુષ્યને શૂદ્ર કહી અપમાન કરે ! માનવતા શું મરી પરવારી ! પ્રભુના દિલમાં આ વસ્તુનું દુ:ખ હતું, દર્દ હતું. (૧) સ્ત્રીની પરતંત્રતા (૨) પશુઓનો સંહાર (૩) માનવને શૂદ્ર ગણી ફેંકી દેવા – અંધશ્રદ્ધા વગેરે... દર્દ ઘણાં હોય પણ એનું નિદાન એક જ હોય. ભગવાને તેનું મૂળ પકડ્યું. અસમાનતાનું મૂળ વિષમતા હતું. એમણે વિચાર્યું કે વિષમતા દૂર થશે, તો જ સમાનતા આવશે. સમાનતા આવશે તો જ સ્ત્રી સન્માનની ભાવના જાગશે, અને સ્ત્રી પુરુષથી સન્માન પામશે. પોતાનાથી કોઈ બળવાન શક્તિથી ડરી એને રાજી રાખવા પશુઓનો સંહાર કરવામાં આવે છે. તે બંધ થવું જોઈએ. શૂદ્રમાં પણ આત્મા છે, એનું દર્શન થતાં ઊંચ-નીચની ભાવના ધીરે ધીરે લુપ્ત થશે. અને જે કર્મ સંસારી આત્માઓનાં સમગ્ર દુઃખોનું મૂળ કારણ છે, તે નાબૂદ થતાં આત્મા પૂર્ણ સમાનતા પામશે. ૩૨૪ ક ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338