________________
પણ આ પ્રતીકના સંકેતનો અર્થ તમારે સમજવાનો છે. માણસ ભલે મોટો હોય પણ એનું સૈન્ય નાના માણસોનું બનેલું હોય – નાના માણસો મોટાના વિચારોનું વાહન હોય. ખૂણામાં અને ગલીઓમાં રહેલી વ્યથા અને કથાને પણ એ લાવી શકે અને નેતાના વિચારોને એ નીચલા થર સુધી પણ પહોંચાડી શકે. આ કામ નાના માણસો વિના કોણ કરે ?
એટલે અગ્રણી નાનામાં નાની વ્યક્તિને પણ માન આપે. નાના માણસોની બહુમતીથી ચૂંટાઈને ઉપર ગયા પછી એ પ્રજાને ભૂલી ન જાય, નાના માણસે કરેલાં ત્યાગ અને અર્પણને એ વીસરી ન જાય.
નાનાને નાનો ન સમજતાં નાનામાં રહેલી મોટાઈને પણ એ જોતાં શીખે. એ ભૂલી ન જવાય કે નાના અને સામાન્ય દેખાતા નયસારમાં પણ ભગવાન મહાવીરનો આત્મા છુપાયો છે અને ભિક્ષુકમાં સમ્રાટ સંપ્રતિનો આત્મા વસેલો છે. માટે નાની વ્યક્તિને પણ આદર અને માન આપવાની ભાવના કેળવવાની
આ રીતે વિચાર અને વિવેકથી વિચારશો તો જણાશે કે ગણેશ એટલે સમાજ-નેતૃત્વનું પ્રતીક. આ સગુણો તમને જડે તો જ તમારો શ્રમ સફળ
થાય.
તા. ૧૮-૯-૬૪ના રોજ સિક્કાનગર સદાશિવ સ્ટ્રીટના ગણેશોત્સવ સમિતિના આશ્રયે આપેલું પ્રવચન.
ચાર સાધન
૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org