________________
દેશસ્વામી અને સમાજસ્વામી એવો આ પ્રતીકનો અર્થ સમજવાનો છે.
સારા કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં ગણેશને એટલે કે વડીલને વંદન કરાય છે. ગણેશાય નમઃ કહી સામાન્ય સમૂહ સામે નેતૃત્વનું ભાવપ્રતીક મૂકવામાં આવ્યું.
ગણેશની પ્રતિમા જુઓ. એનું ઉદર મોટું છે. એક ભાઈ મને કહે: એ તો લાડવા ભરવા માટે છે ! મેં કહ્યું : ના, ભાઈ ના. એ આખી દુનિયાની વાતો પચાવવા માટે છે. જેને દરિયા જેવું પેટ છે તે જ ઘરનો વડીલ કે સમાજનો નેતા બનવાને યોગ્ય ગણાય. જે છીછરા પેટવાળો છે તે ન તો ઘરનો કે ન તો સમાજનો, ન તો દેશનો કે ન દુનિયાનો અગ્રણી બની શકે.
જેને આગળ આવવું છે તેણે પેટ મોટું રાખવું એ આ પ્રતીકની ભાષા
છે.
આજે માણસનું પેટ કેવું છીછરું બન્યું છે ! કોઈની જરાક વાત જાણતો હોય તો કહેતો ફરે : ‘હું એનું બધું જાણું છું.' અને જેની વાત જાણતો હોય એને ડરાવતો ફરે કે ‘કહી દઈશ'. અને અવસર મળે તો ચોરામાં બેસી વાતને લાંબી કરી કહે પણ ખરો. માણસ પાસે પૈસો આવ્યો છે પણ એની પાસેથી ગંભીરતા સરકતી જાય છે.
ગણેશપૂજા કરનારે ગણેશને સાગરમાં પધરાવતા પહેલાં સાગરની ગંભીરતાનો ગુણ લેવો જોઈએ. સાગરને તળિયે અસંખ્ય હીરા-મોતી છે, છતાં એ કેવો ગંભીર અને મર્યાદાવાળો છે !
ગણેશની આંખો ઝીણી છે. પેટ મોટું પણ આંખ ઝીણી. ઝીણી આંખ એ સૂક્ષ્મ દૃષ્ટિનું પ્રતીક છે. નેતા સ્થૂલ દૃષ્ટિ કે સ્કૂલ બુદ્ધિવાળો ન હોય. સ્થૂલ દૃષ્ટિ વસ્તુના હૃદયને પારખી કે પામી શકતી નથી. માણસ ઝીણી નજરથી જુએ તો જ એને વસ્તુનું હૃદય જડે અને વાતનું દર્શન થાય.
સૂક્ષ્મ દૃષ્ટિવાળો માણસ આજનો, કાલનો અને ૫૨મદિવસનો પણ વિચાર કરતો હોય છે. આ દૃષ્ટિના અભાવે યોગના બદલે ભોગની હવા વધતી જાય છે. લોકો પણ એક જ વિચાર કરતા થઈ ગયા છે, કે ગમે તેમ કરી ભોગનાં સાધન ભેગાં કરો. સુખની લંપટતા વધી છે. પ્રામાણિકતા, આત્મા અને પરમાત્માની વાતો ભૂતકાળની ભુલાતી સ્મૃતિ જેવી બની રહી છે.
સ્થૂલ બુદ્ધિના કારણે માણસ ભોગ, કંચન અને કામની રેસમાં ઊતર્યો છે અને તેથી જ નાનામાં નાના માણસથી માંડી મોટા મોટા પ્રધાનો સુધી લુચ્ચાઈ, લંપટપણું, સંગ્રહ અને મારામારી જોવા મળે છે.
એક દિવસ એવો હતો કે સત્તાનું મસ્તક સંતોના ચરણોમાં રમતું અને
Jain Education International
ચાર સાધન * ૩૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org