________________
અમારા સંસ્કારની જ્યોતને જલતી રાખવાનો છે. તમારા મિત્રને પણ થાય કે આ તો મારો સાથીદાર છે. જીવનની મૂંઝવણભરી ખીણમાંથી સાંગોપાંગ બહાર નીકળવા માટે આ જ મારો સહારો છે.
કહો, તમને આવા બનવું ગમે ને ?
આવા બનવું હોય તો જીવન જીવવાની સાચી દિશા આજથી જ નક્કી કરો અને તે મુજબ જીવનને આકાર આપો.
તમને થશે : આ રીતનો નિર્ણય શી રીતે લઈ શકાય ? આવો, હું તમને રસ્તો બતાવું.
તમારે જો જીવન જીવવાની સાર્થકતા માણવી હોય તો તમારી સોબત સારી રાખો. દિલ નીડર રાખો અને મનને કેળવણી આપો.
સત્સંગ, નિર્ભયતા અને મનની કેળવણી જો જીવનમાં હશે તો જ જીવન ઊર્ધ્વગામી બની રહેશે.
જીવનને ઊર્ધ્વગામી બનાવનારી આ જ શિક્ષા અને દીક્ષા છે.
ચાર સાધન * ૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org