Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 322
________________ મૃદુતા હોય અને માધ્યસ્થનો સૌમ્ય સમભાવ હોય તેનું નામ ધર્મ. એટલે જે ધર્મના અનુષ્ઠાનમાં જીવોનો વધ હોય, પશુઓનો સંહાર હોય, હિંસાની આગ હોય, વેરની જ્વાળા હોય, તે ધર્મ સ્વરૂપમાં ખોટો છે, ભલે એ પોતાને ધર્મ કહે, પણ તે પિત્તળ છે. એટલે જ તો ધર્મનો સંપૂર્ણ ઉપસંહાર કરતાં એક સ્થળે કહ્યું છે કે – મિત્રચ પક્ષના પ્રશ્ય ” આપણે આપણી ચાલુ આંખોથી જગતને જોઈએ છીએ એના કરતાં મિત્રની આંખથી જોઈએ તો જગત કોઈ જુદું જ જણાય. આજ આપણને ક્યાંક દોષ દેખાય છે, તો ક્યાંક રોષ દેખાય છે, ક્યાંક વેર દેખાય છે, તો ક્યાંક ઝેર દેખાય છે, પણ મિત્રની આંખથી જોતાં દોષ ગૌણ જણાશે અને ગુણની પ્રશંસા વધશે. મિત્રનું હૈયું મિત્રને દોષ માટે એકાંતમાં પ્રેમથી ઠપકો આપી ગુણની સુવાસ પ્રસરાવશે. મિત્રનું પ્રત્યેક કામ પોતાનું કામ માની અભિન્નતાથી એ કાર્યને સુંદર રીતે પૂર્ણ કરવા પ્રયત્ન કરશે. મૈત્રીપૂર્ણ મનને બીજો પણ એક સહજ લાભ છે. કોઈનું પણ કોઈ કાર્ય કરવા છતાં એને કદી ગર્વ નહિ આવે. કોઈ એની પ્રશંસા કરશે કે, “તમે તો ખૂબ કર્યું તો એ નમ્રભાવે એટલું જ કહેશે: “આમાં મેં શું કર્યું છે ? આ તો મારું કર્તવ્ય હતું.” મૈત્રી વિના આવી કર્તવ્યભાવના જાગતી નથી. અને સુંદર કાર્ય ન કર્યાનો અનુતાપ પણ મૈત્રી વિના સંભવિત નથી. રે, કેવા મારા સંયોગ કે આવું સુંદર કાર્ય કરવાનો સમય હતો; છતાં હું મારા પ્રમાદ કે અશક્તિને કારણે આ કાર્ય ન કરી શક્યો.” વિશ્વના સંવાદમય અસ્તિત્વનો પાયો એ મૈત્રી છે. અહિંસાનાં કરુણામય તત્ત્વોને આ મૈત્રીભાવ વિના કોણ જીવંત રાખી શકે તેમ છે ? વેર એ તો કાંટો છે. એ જ્યાં વાગ્યો હોય ત્યાં સ્વસ્થતા ન હોય. વેરથી ભરેલા ચિત્તવાળો ધર્મસાધના કરી ન શકે, અને કદાચ કોઈ સંજોગોમાં કરે તો એ અનુષ્ઠાન, એ ક્રિયામાં મૈત્રી ન હોવાથી એમાં એને સ્વસ્થતા ન લાધે, સમાધિનો લાભ ન થાય, પ્રસન્નતાનો અનુભવ ન થાય. સુરભિ વિનાના ફૂલની જેમ એ પ્રસન્નતાનો પમરાટ ન પ્રસરાવી શકે. માટે જ કહ્યું છે કે “મૈચામિાવસંપુ તદુધ વિચૈતે ' મૈત્રી અંગે પંડિત ઓમ્કારનાથજીએ પૂછેલો એક પ્રશ્ન મને યાદ આવે ચાર સાધન જ ૩૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338