Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 327
________________ અને કરુણાનો પ્રકાશ આપ્યો છે, અહિંસાના તત્ત્વનું સંશોધન કર્યું છે, એવા સૌ મહાપુરુષોની જયંતી બધા સાથે મળીને ઊજવે એમ આપણે પ્રાર્થીએ. આવા પુણ્ય-પવિત્ર દિવસે એ મહાપુરુષના તત્ત્વજ્ઞાનનું ચિંતન અને ઊંડાણથી મનન કરી એને આચરણમાં મૂકીએ. હિમાલયમાંથી વહેતી ગંગા આસપાસના પ્રદેશો અને કિનારાઓને હરિયાળા અને શીતળ કરતી જેમ સાગરમાં ભળે છે, તેમ સંતો અને વિભૂતિઓ પણ માનવોનું અને પ્રાણીઓનું કલ્યાણગાન કરતાં કરતાં મોક્ષ પ્રતિ પ્રયાણ કરે છે. હકીકતમાં મહાવીર જયંતી ઊજવવાનો બીજો કોઈ આશય નથી. પણ આપણે જયંતી ઊજવીએ છીએ ત્યારે આપણને અવલોકન અને આત્મ-નિરીક્ષણ કરવાનો એક શુભ અવસર સાંપડે છે, પુણ્ય ઘડી આવે છે. આ પુણ્ય ઘડીમાં આપણા આત્માનું અવલોકન કરીએ, અને ભગવાનની વિભૂતિનો, આ એમના ઉજ્વળ જીવનના અને પ્રાણીમાત્રના કલ્યાણ માટે જે ઉપયોગી સિદ્ધાંત છે તેનો સ્વાધ્યાય કરીએ, તમે જાણો છે કે સંસાર પરિવર્તનશીલ છે. કેટલીય વસ્તુ આવે છે અને જાય છે, પણ જે સત્ય છે તે શાશ્વત રહે છે. ભગવાન મહાવીર સત્ય હતા, એટલે અઢી હજાર વર્ષ પછી પણ શાશ્વત રહ્યા છે. આપણે આંખ બંધ કરીશું તો એમ લાગશે કે ભગવાન હમણાં જ થઈ ગયા, જાણે કાલે જ થઈ ગયા. તેઓશ્રીની સ્મૃતિ સતત મનોભૂમિ પર તાજી ને સ્વસ્થ અને નજીક હોવાની આપણને કેમ પ્રતીતિ થાય છે ? કારણ કે એ સત્ય આપણા હૃદયની પ્યાસ છે, અને સત્ય સદેવ શાશ્વત હોય છે. વસ્તુઓ બદલાય, પણ સત્ય બદલાતું નથી. આજે નહિ, કરોડો વર્ષો પછી પણ ભગવાન મહાવીરનાં પ્રબોધેલાં પરમ સત્યો બદલાવાના નથી. ભગવાન મહાવીરનો આત્મા પણ આપણા આત્મા જેવો જ એક આત્મા. હતો. તેઓ ઉપરથી નથી આવ્યા કે આકાશમાંથી નથી અવતર્યા. પણ ધરતી પરથી ઊભા થયા. ધરતીની માટીમાંથી ભગવાન કેવી રીતે બની શકાય તે એમણે પોતાના જીવનમાં જીવી બતાવ્યું. માનવને મહાવીર બનવાની પ્રેરણા આપી. તીર્થંકરોમાં વર્ધમાન મહાવીર અંતિમ તીર્થંકર છે. એમના જીવનપ્રસંગો નિહાળી અને જીવન સિદ્ધાંતોના હાર્દમાં જીવીશું તો આપણામાં પણ પ્રભુતાનાં પરમ તેજ પ્રગટશે. એમનો જન્મ જાણે પ્રાર્થનાના ઉત્તરરૂપ હતો. સંક્રાન્તિનો એ સમય હતો. શ્રી પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથે પ્રબોધેલો માર્ગ ભુલાયો હતો. તે સમયે મગધની ધરતી પર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીને ત્યાં આ બાળકનો જન્મ થયો, ત્યારે આ ધરતી પર હિંસા અને સુરાપાનનું સામ્રાજ્ય ૩૧૮ * ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338