________________
વ્યાપેલું હતું. જાતિવાદ યુદ્ધે ચડ્યો હતો. ધર્મ ખેંચાખેંચીમાં પડ્યો હતો. ચોતરફ અંધકાર વધતો હતો. એ સમયે એ અંધકારને પ્રકાશથી ઉજ્જવળ કરતા આ પરમ તેજનો પ્રાદુર્ભાવ થયો.
વર્ધમાન એ જન્મ-જન્મથી સાધનાનું પરિણામ છે. સર્વ જીવોને મૈત્રી, કરુણા અને અહિંસાથી સુવાસિત કરી દેવાની ભાવનાનું ફળ છે. એ માતાના ગર્ભમાં પણ વિચારવા લાગ્યા કે મારા હલનચલનથી માતાને વેદના થતી હશે, તેથી તેમણે અંગોને સંકોચી હલનચલનની ક્રિયા બંધ કરી, પણ આથી તો માતા ત્રિશલાને ચિંતા થઈ કે મારા ઉદરમાં રહેલો ગર્ભ ગળી ગયો કે શું ? આ વિચારથી માતાએ વિષાદભર્યા સ્વરે વિલાપ આદર્યો.
માતાનો અજોડ પ્રેમ જોઈ તેમણે પોતાના પગનો અંગૂઠો હલાવી પોતાના અસ્તિત્વનો સંકેત કર્યો ત્યારે માતાજી આનંદમાં આવી ગયાં. માતાની મમતાને જોઈ અને એ મહાપુરુષે ગર્ભમાં જ સંકલ્પ કર્યો; ભલે આ મારો છેલ્લો જન્મ પ્રાણીમત્રી, અનેકાન્ત અને અહિંસાની પૂર્ણ સાધના માટે છે, પણ જ્યાં સુધી માતા-પિતા જીવંત છે, ત્યાં સુધી તેમની સેવા અને શાતાદનીય કર્મજન્ય લગ્નની જવાબદારી પાર પાડ્યા વિના દીક્ષા નહિ લઉં.
પ્રભુનો આ પ્રસંગ માતાપિતા પ્રત્યેનો ભક્તિભાવ અને વિનય સૂચવે છે.
આ આત્માના આગમન સાથે જ રાજ્યમાં ધનધાન્ય, પ્રેમ, મૈત્રી, સુખશાંતિની વૃદ્ધિ થવા લાગી. ઘરમાં પ્રીતિ, લક્ષ્મીની વૃદ્ધિથી માતાપિતાએ “વર્ધમાન' નામ આપી નામની સાર્થકતા કરી બતાવી.
બાળક વર્ધમાનના જન્મની ખુશાલીમાં રાજાએ કેદીઓને મુક્ત કર્યા, પ્રજાજનોને પ્રીતિભોજન આપ્યાં, પ્રજાને--લોકોને ઋણમુક્ત કર્યા.
વર્ધમાન આઠ વર્ષના હતા, ત્યારે પોતાનો મિત્રો સાથે રમવા ઉપવનમાં ગયા. તે વખતે એક દેવ પરીક્ષા કરવા આવ્યો. તે રમતા બાળકોની વચ્ચે સર્પ થઈ પ્રગટ થયો. બાળકો ભયભીત થઈ નાઠા. વર્ધમાને કહ્યું : “ડરો નહિ, ડરે તે મરે. આપણે એનું કંઈ બગાડ્યું નથી તો એ આપણને શા માટે કરડે ?” એમ કહી નિર્ભયતાથી પૂંછડી પકડી સર્પને દૂર કર્યો.
વર્ધમાનનો અભય જોઈને દેવ આશ્ચર્યચકિત થઈ ગયો. વધુ એક કસોટી કરવા તે બાળક બની બાળકો સાથે રમવા લાગ્યો. એનો દાવ આવતાં એ હાર્યો અને વર્ધમાન જીત્યા. રમતના નિયમ પ્રમાણે દેવે વર્ધમાનને ખભે બેસાડ્યા, અને દેવ તાડની જેમ વધવા લાગ્યો. વર્ધમાનને થયું કે આ કોઈ ડરાવવા આવ્યો લાગે છે. તેથી વર્ધમાને એવી નસ દબાવી કે એ બેવડ વળી ગયો !
ગર્વ ગળી જતાં એણે નમન કરી કહ્યું : “વર્ધમાન, આપ મહાન છો, મહાવીર છો. હું દેવ આપના ચરણોમાં નમન કરું છું.”
સાધનોનું સૌદર્ય ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org