________________
Jain Education International
૬૩. સિંહણના પુત્ર છો, સિંહ બનજો
ભગવાન
સારમાં જીવન જીવવા માટે પણ શિક્ષા અને દીક્ષાની જરૂર હોય છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી મહારાજે રાજા કુમારપાળને જીવન જીવવા માટેની તેમ જ ન્યાયથી રાજ્ય ચલાવવા માટેની જીવનશિક્ષા આપી ॰ હતી.
એમણે શિક્ષાની દીક્ષા અને દીક્ષાની શિક્ષા આપતી વખતે એક સુભાષિત કહ્યું હતું. આ સુભાષિત આપણે માટે ખૂબ ઉપયોગી છે.
एकेनापि सुपुत्रेण, सिंही स्वत निर्भयं सहैव दशभिः पुत्रैः भारं वहति गर्दभी:
સિંહણને એક જ સંતાન હોવા છતાં એ નિર્ભય હોય છે, કારણ કે એને ખાતરી હોય છે કે વનમાં પર્યટન કરતો એનો દીકરો વખત આવે રક્ષણ કરવાનો જ છે. આ વાતને લીધે એના જીવનમાં શાંતિ હોય
છે.
જ્યારે બીજી બાજુ, દશ-દશ બચ્ચાં
ચાર સાધન : ૩૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org