________________
નમતું. વિનય અને નમ્રતાથી નૃપતિઓ પણ ત્યાગીઓની અનુજ્ઞા અને આજ્ઞા લેતા. ત્યારે આજે સાધુસમાજના પ્રમુખ ગૃહસ્થી માણસો બની બેઠા છે. જેના પ્રમુખ ગૃહસ્થી માણસો બની બેઠા છે, જેના પ્રમુખ ગૃહસ્થી નેતા હોય એ સાધુસમાજમાં પણ શું માલ હોય તે સમજી શકાય તેમ છે.
ઝીણી નજર સૂક્ષ્મ દૃષ્ટિ કેળવવાની ખૂબ જરૂર છે. આ દૃષ્ટિ આવતાં માત્ર શરીર અને સંપત્તિનો વિચાર નહિ રહે પણ આત્મા અને પરમાત્માનો પણ રહેશે.
ત્રીજી વાત : ગણેશના કાન મોટા છે. સમાજના અગ્રણીના કાન વિશાળ અને ખુલ્લા હોય તો તે સૌનું સાંભળી શકે. એ પૂર્વગ્રન્થિથી બંધાઈ ન જાય તો વાતના પૂર્ણ સત્યને એ પામી શકે.
અગ્રણી એમ કહે કે હું કોઈનુંય સાંભળવા તૈયાર નથી. મારી પાસે સમય નથી. હું કહું તે સાંભળો. તો બીજા લોકો પણ એનું શા માટે સાંભળે ? જે બીજાનું સાંભળવા તત્પર નથી તેને સાંભળવા બીજા પણ તત્પર નથી. આવા એક કાનના માણસોથી જ સમાજ નાના નાના જૂથમાં વહેંચાઈ જાય છે. આવા માણસો મદદરૂપ અને ઉપકારક થવાને બદલે નુકસાનકારક અને અપકારક બની બેસે છે. માટે કાન મોટા રાખી યોગ્ય માણસની યોગ્ય અને ઉચિત વાત સાંભળવી જોઈએ અને પછી સાર-અસારનો વિવેક કરવો જોઈએ.
1
ગણેશનું નાક લાંબું છે. એનો અર્થ એ કે દૂર દૂર રહેલી વાતને પણ સૂંધી સૂંઘીને લેવી જોઈએ, ઘ૨માં શું બને છે તે વડીલે ધ્યાનમાં રાખવું જોઈએ, સમાજની શી અવસ્થા છે તે નેતાએ લક્ષ્યમાં રાખવું જોઈએ. મેં એક ગામડામાં એક આગેવાનને જોયેલા. તે જ્ઞાતિમાં સૌ જમ્યા પછી જ જમે. ગામમાં ક્યાંય કોઈ મુસીબત હોય તો તે પહેલાં હાજર થાય. કોઈ કામ કરવાનું હોય તો પોતે એની પહેલ કરે. કોઈ ભૂખ્યું સૂતું હોય તો એની ખબર રાખે ને બીજે દિવસે એને ત્યાં અનાજ પહોંચતું કરે. આવો પુરુષ ગામનો ગણપતિ જ કહેવાય ને ?
હાથીને સૂંઢ હોય છે તે ફળ પણ લે અને પથ્થર પણ લે; પણ ફળને મોંમાં મૂકે, પથ્થરને ફેંકી દે. તેમ આગેવાન પાસે પણ બંને પ્રકારની વાત અને વ્યક્તિ આવે. તેમાં સારાનો સ્વીકાર કરે અને ખરાબને દૂર કરે. નાકનું કામ સુગંધ લેવાનું છે અને દુર્ગન્ધને દૂર કરવાનું છે.
ગણેશનું વાહન શું છે ? ઊંદર, ગણેશદાદા આવડા મોટા અને ઊંદર આવો નાનો ! શું તે વાહનને યોગ્ય છે ? તમને નવાઈ નથી લાગતી ? ઉંદર પર ગણપતિ બેસે તો એનો બાપડાનો તો પાપડ જ થઈ જાય ને ? ના,
Jain Education International
૩૧૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org