________________
આસપાસ ફરતાં હોવા છતાં પણ, બિચારી ગધેડીને શાંતિ નથી. એને રેતીના થેલા ઉપાડવા પડે છે અને ડફણાં ખાવાં પડે છે.
આમ, દશ-દશ દીકરા હોવા છતાં ગધેડીને શાંતિ નથી, જ્યારે સિંહણને એક જ સંતાન હોવા છતાં શાંતિ છે, નિર્ભયતા છે.
એ જ વાત હું તમને કહું છું. કહો, તમે કેવા બનશો ? તમે એકલા હોવા છતાં પણ તમારે લીધે તમારી માતાને, તમારા પિતાને, તમારા બાંધવોને અને તમારા શિક્ષકોને શાંતિ અને સુખ હોય એમ કેમ બને ? તમારા વિચાર, તમારી વાણી અને તમારું વર્તન જોઈને તમારા શિક્ષકો અને તમારા સ્વજનો મનમાં પ્રસન્ન થાય એવું કંઈક કરો તો જ. તમને જોઈને એમનું અંતર આનંદના ઉછાળા મારે, અને ‘કેવા સરસ સદ્ગુણો છે, કેવું શ્રેષ્ઠ વાચન અને કેવી સત્ય મધુર વાણી છે, કેવું નિર્દોષ અને નિષ્કલંક વર્તન છે, કેવું એકાગ્ર અધ્યયન છે, અને કેવી સુંદર જીવન-વ્યવસ્થા છે !' આવી અહોભાવના એમના મનમાં જાગે તો જ તમારું જીવ્યું સાર્થક !
તમે ઓછું ભણ્યા હો તો ચાલશે, પણ જીવન જીવવાની કલાહીનતા હશે તો નહિ ચાલે. તમારી જીવનકલા જોઈને તો ગામના લોકો અને વડીલોની આંખ સ્નેહ અને સદ્ભાવથી છલકાઈ જાય કે, ‘વાહ, આ છોકરાનું બોલવુંચાલવું, હરવું-ફરવું, રમવું-જમવું અને બેસવું-ઊઠવું કેવું કલામય છે !' તમે આવા બની શકો તો જ તમે સિંહબાલ કહેવાઓ.
અને, જો તમારા જીવનની અવ્યવસ્થા જોઈને તમારા વડીલોના દિલમાં ગમગીની પેદા થાય, તમારી કટુ વાણી સાંભળીને, તમારું અસ ્ વર્તન નિહાળીને, તમારો દુર્વ્યવહાર જોઈને પોતાના દીકરા તરીકે તમને ઓળખાવતાં તમારાં માબાપ શરમાય, તમને પોતાના શિષ્ય તરીકે ઓળખાવતાં તમારા ગુરુજનોય ગભરાય અને તમને પોતાના મિત્ર તરીકે ઓળખાવતાં તમારો સાચો મિત્ર અકળાય તો તમારું જીવ્યું નિરર્થક ! તો, તમારામાં અને પેલી ગર્દભીના બચ્ચામાં કાંઈ ફરક નહિ !
તમારે કેવા બનવું અને કેવા નહિ એ તો તમારે વિચારવાની વાત છે. અને આ સાંભળ્યા પછી કેવા બનવું એ તમારે નક્કી કરવાનું છે.
તમે એવું વર્તન કેળવો કે તમને જોઈને તમારા શિક્ષક, ભલે તમે તેમની પાસે એક જ વર્ષ ભણ્યા હો, છતાં એ ગૌરવ લે અને કહે કે આ મારો વિદ્યાર્થી છે. તમારાં માબાપને એમ થાય કે આ અમારો કુળદીપક છે. આ કુળદીપક જ અમારી પાછળ અમારા વિચારની, અમારા આચારની અને
Jain Education International
૩૦૬ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org