________________
ભવરૂપી રોગનું ઔષધ શું, કે જેના વડે એ રોગથી છૂટી શકાય ? તેનો ઉત્તર આપતાં કહે છે કે વિચાર એ જ સૌથી મોટામાં મોટું ઔષધ છે. વિચારો. તમે વ્યાખ્યાન સાંભળો ત્યારે આ બધી વસ્તુઓનો વિચાર આવે પણ ઘરે ગયા પછી શું ? તમે તો પૌદ્ગલિક સુખોની પ્રાપ્તિનો વિચાર કરો છો, પણ વિચારવા યોગ્ય તો આત્મિક વિચારણા છે. હંમેશા સવારે ઊઠતાં વિચાર કરવો જોઈએ કે હું કોણ ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? મારું સ્વરૂપ શું ? આ વસ્તુઓનો હંમેશાં વિચાર કરવાનો છે: પેલા તીર્થનું નામ શું ? સિદ્ધાચલ. આ નામ ગમે તેવું છે. એ નામ ગર્ભિત રીતે જણાવે છે કે સિદ્ધા ચલ; એટલે કે સીધે રસ્તે ચાલો. આડાઅવળા ગયા તો મરી જવાના. અહીં આવનારા દરેક સીધા ચાલે, વિચાર કરીને આગળ વધે. હું કોણ ? મારું સ્વરૂપ શું ? અત્યારે કેવી દશામાં છું ? હું પૂર્ણસ્વરૂપી છું, આનંદઘન છું. સ્વભાવદશામાં રહેનારા માટે આ પૌદ્ગલિક પદાર્થો સાથે કાંઈ લાગેવળગે નહિ. લૂગડાને ઘીમાં જબોળી એને દીવાસળી ચાંપવામાં આવે તો ઘી અને લૂગડું બધું બળી જવાનું અને જ્યોત જ્યોતમાં મળવાની. ભોગ અને શરી૨ બન્ને એમ જ બળી જવાનાં. એક ચૈતન્ય જ ત્રણે કાળમાં અખંડ રહેવાનું. દરેક ભવમાં ભોગની વસ્તુઓ તો મળવાની છે, પણ ચૈતન્યસ્વરૂપી એવો હું આ દેહમાં ઘડીએ ઘડીએ કેમ ૨મી રહ્યો છું ? આ વિચાર આવ્યા પછી વિચાર આવશે કે હું ક્યાં જવાનો છું ? જેવી કરણી કરી હશે તે પ્રમાણે જવાનું છે. જીવનનું સરવૈયું કાઢો તો ખબર પડે કે તમે કેવાં કેવાં પાપો કર્યાં છે, કેવા સારાં કામો કર્યાં છે. જમા-ઉધારનો સરવાળો કરી પછી જુઓ કે કયું પલ્લું નમતું છે ? એ પ્રમાણે ગતિનો પણ વિચાર કરો.
હું કોણ ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ?
આ ત્રણ વિચાર સવારે ઊઠીને પાંચ મિનિટ પણ કરો. આપણે આપણો ‘વિચાર’ ક૨વાનો છે. ધરતીકંપ થાય અને જીવન નાશ પામે એવા જીવન માટે કાંઈ તૈયા૨ી ન હોય તો આપણા જેવું ગમાર કોણ ? એથી રોજ ‘વિચાર’ કરવો કે હું કોણ ? હું તો શરીરથી અને ઇન્દ્રિયથી પર એવો આત્મા. હું કોણ એ વિચાર કરો તો તલવાર અને મ્યાન જેમ જુદાં છે તેવું ભેદજ્ઞાન શરીર અને આત્મા માટે થશે. હું આત્મા છું એવું જ્ઞાન જેને થઈ ગયું તે સમજશે કે જેમ તલવાર મ્યાનમાં રહે છે તેમ આત્મા શરીરમાં રહે છે અને છતાં શરીરથી તે જુદો છે.
અજ્ઞાની ભોગો માટે વલખાં મારે, તલસે. તે જ ભોગો જ્ઞાની સાધુ પાસે આવે તો તે તેની સામું પણ ન જુએ. સ્થૂલભદ્ર સામે કોણ હતું ? છતાં તેના
Jain Education International
ચાર સાધન * ૩૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org