________________
આ બધા પીગલિક સંબંધો પરના છે, આત્માના નથી. તે માટે જ કહ્યું છેઃ કુક્ષીસંબલ મુનિવર ભાખ્યા !
સિકંદર હિંદ ઉપર વિજય મેળવી પાછા ફરતાં પોતાના માણસોને સાચા સાધુની શોધ માટે મોકલે છે. સિકંદરના માણસો એક સાધુ પાસે આવે છે અને કહે છે કે, આપને સિકંદર બોલાવે છે.
સાધુ કહે છે : સિકંદર કોણ ? સિપાહી : અમારો બાદશાહ.
સાધુ : જો તેણે ઇંદ્રિયોને જીતી હોય તો એ સાચો રાજા, નહિતર એ ગુલામ.
સિકંદર પોતે સાધુ પાસે આવે છે અને વિચારે છે કે મારી પાસે આવવા માટે લોકો તરફડે છે, જ્યારે આ સાધુ આવવા ના પાડે છે.
સિકંદર સાધુને કહે છે : “આપ અમારે ત્યાં આવો. ઘણો ઉપકાર થશે.” સાધુ કહે છે : “ઉપકાર તો જ્યાં હશે ત્યાં થશે. આંબો જ્યાં હશે ત્યાં ઉપકાર કરશે, ફૂલ જ્યાં હશે ત્યાં સુવાસ ફેલાવશે.” સાધુનું આવું કહેવું સાંભળી સિકંદર તલવાર કાઢે છે. સાધુ તે જોઈ હસી પડે છે અને કહે છે : “આત્મા અમર છે. જેની ચામડી ઉતારી નાખવામાં આવી છતાં જરાય સ્કૂલિત ન થાય તેવા ગુરુના અમે વારસદાર છીએ.” આ પૈર્ય અને તેજ જોઈ સિકંદર નમી પડે છે.
, એટલે ગુરુ કોણ ? હિતોપદેશક. તમારું ભલું કેમ થાય, તમારા દુર્ગુણો કેમ નીકળી જાય, તમારો આત્મા પવિત્ર કેમ બને તેનું અહર્નિશ ચિંતન તેના મનમાં હોય. પારસમણિને લોખંડ અડે અને તે સોનું ન થાય તો કાં એ સાચો પારસમણિ નથી, કાં એ સાચું લોખંડ નથી; અગર તો સાચો સ્પર્શ થયો નથી. તેમ ગુરુ પાસે જઈએ અને પાપ માટે પશ્ચાત્તાપ ન થાય, આત્મનિરીક્ષણ ન થાય તો સમજવું કે આપણે ખરી રીતે ગુરુ પાસે ગયા નથી, ગયા છતાં તેમનો બરાબર સ્પર્શ આત્માએ કર્યો નથી, તેમને બરાબર સમજ્યા નથી.
શિષ્ય એવા હોય કે ગુરુનું એકેએક વાક્ય લઈને ઘૂંટ્યા કરે. પણ આજે ઉપદેશ સોંઘો થઈ ગયો છે. શ્રોતા એવા હોવા જોઈએ, જાણે કોરી ભૂમિ. વરસાદ પડે.. અને જમીન એક બિંદુને પણ બહાર જવા ન દે, બિંદુએ બિંદુને બરાબર રાસી લે, તેવી જ રીતે આપણે પણ બ્લોટિંગપેપર થઈને આવીએ અને ઉપદેશને બરાબર ચૂસીને હૃદયમાં ઉતારી લઈએ તો ઘણા દુર્ગુણો ઓછા થઈ જાય અને આત્મા પવિત્ર બને. ગૌતમસ્વામી અને આનંદ જેવા શ્રાવકો પ્રભુના એકેએક વાક્યને લઈને હૃદયમાં ઘૂંટતા.
સાચો શિષ્ય કોણ, કે જે ગુરુનો ભક્ત હોય. ગુરુ શિષ્યના કલ્યાણની આશા રાખે. શિષ્ય ગુરુ પાસે કલ્યાણની આશાથી આવે. ગુરુ પાસે સંસારનાં
ચાર સાધન ૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org