________________
પણ એને તૃપ્તિ ન થતી દેખાઈ. આખરે તૃષ્ણાનો અંત નથી એમ સમજી વૈરાગ્ય પામ્યો. પરિગ્રહ એ નવ ગ્રહો કરતાં જુદી કોટિનો દશમો ગ્રહ છે. એ સૌને દુઃખ આપે. શનીશ્વરની પનોતીમાંથી તો સાડાસાત વરસે પણ છુટાય, પણ આ પરિગ્રહની પનોતીમાંથી તો આખી જિંદગીને અંતે પણ ન છુટાય.
અહીં આવનાર દરેકે પરિગ્રહ પરિમાણ કરવું જોઈએ. એ કરવાનો નિર્ણય કરે તો જીવન હળવું બની જાય. પરિગ્રહ વધે તો આત્મામાં કચરો વધે છે. મહાપરુષોએ જીવન શાંતિથી પસાર કરવા માટે આ બધા માર્ગો બતાવ્યા
છે.
પરિગ્રહની મૂર્છા કેટલું નુકસાન કરે છે તે માટે એક તાજો જ દાખલો આપું.
કાળાં બજારની કમાણી કરીને એક શેઠે રૂપિયા ભેગા કર્યા. બાપ દીકરાથી છાના ભેગા કરે અને દીકરો બાપથી છાના ભેગા કરે, આવી રીતે બન્નેએ જુદી જુદી રમત આદરી. પૈસો મન જુદા પાડે છે જ..
પરિગ્રહની મૂચ્છ ન ઊતરી હોય તો આ સાધુઓની ત્યાગ-અવસ્થામાં પણ મન બગડે. જ્ઞાનીઓ એક પ્રશ્ન પૂછે છે: નરકનાં બંધનો બંધાવનાર કોણ ? તો કે' મન.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ તપસ્વી છે, ત્યાગી છે, પણ બે રાજસેવકોની વાત સાંભળી મન બગડ્યું. મનથી યુદ્ધે ચડ્યા અને સાતમી નરકના દળિયા બાંધ્યાં. પણ એ તો જ્ઞાની હતા, જરીવારમાં સમજી ગયા. મનને ઠેકાણે લાવ્યા, અને ફૂંક મારતાં લોટ ઊડી જાય, તેમ કર્મના દળિયાને ઉડાડી મૂકીને જ્ઞાનની પ્રાપ્તિ કરી.
આ બાજુ દીકરાએ કાળાં બજારનું ધન સાચવવા નાની તિજોરી રાખી, બાપે મોટી તિજોરી રાખી. દીકરો ન હોય ત્યારે પેલી નોટો કાઢી બાપ એકલો ગણે અને મનમાં મલકાય.
દ્રવ્ય એવી વસ્તુ છે કે જે સાથે આવવાનું નથી, આવ્યા ત્યારે લાવ્યા નથી, છતાં વચગાળામાં માણસને નચાવી મારે છે. અનાદિકાળની મૂચ્છ આત્માને રખડાવી મારે છે, તે મૂર્છાને તોડવા માટે વસ્તુતત્ત્વ સાંભળી, વિચારી હૃદયમાં ઉતારવાનું છે.
દીકરાથી બાપે પાંચ લાખ રૂપિયા ખાનગીમાં ભેગા કરેલ. તિજોરી મોટી હતી. તેમાં બેસી એ ગણતો હતો. તેટલામાં દીકરાને આવતો જોયો. એટલે બાપ તિજોરીમાં પેસી ગયો, અંદર સંતાઈ ગયો. તિજોરીનું બારણું બંધ થઈ ગયું. તિજોરીને ખોલવાનો હાથો બહાર હોય છે. દીકરો ઓરડામાં આવી બાપ નથી
ચાર સાધન * ૨૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org