________________
છીએ.” પણ ના, તેઓ ઘઉં નહિ પણ કાંકરા વીણતા હોય છે. આ સાપેક્ષ ભાષા આપણે સમજી લેવી ઘટે. તમે ટ્રેઇનમાં બેઠા હો અને કહો કે ચર્ચગેટ આવ્યું – પણ ચર્ચગેટ આવતું નથી; માણસો ચર્ચગેટ આવે છે. તમો કહો છો ?
આ રોડ નરીમાન પોઈન્ટ જાય છે. રોડ નરીમાન પોઇન્ટ નથી જતો, પણ તે રોડ પરના માણસો નરીમાન પોઇન્ટ તરફ જાય છે. આપણે એકબીજાની આ સાપેક્ષ ભાષા જેમ સમજીએ છીએ તેમ, દરેક પ્રસંગે સમજવા પ્રયત્ન કરીએ તો દુનિયામાંથી ઘણા ઝઘડા ઓછા થઈ જાય. જેવી દૃષ્ટિ હોય, તેવી ભાષા બને છે. પૂછવામાં આવ્યું : “પાણીનો ગ્લાસ કેવો છે ?' તો એક કહે કે ગ્લાસ અરધો ખાલી છે; બીજો કહે કે અરધો ભરેલો છે. ખાલી મગજવાળાને એ ગ્લાસ અરધો ખાલી લાગે છે; ભરેલા મગજવાળાને એ ગ્લાસ અરધો ભરેલો લાગે છે.
જે તમે કહેવા માગો છો, તે જ ઘણી વાર સામો માણસ પણ કહેવા માગતો હોય છે. માટે સામાનું સાંભળો. આવી સમજણમાંથી પ્રેમ પેદા થાય છે. પણ આજે સૌ વાદ પર ઊભેલા છે. સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ, સત્તાવાદ – આમ બધા અલગ થઈ રહ્યા છે; બીજાને સમજવા માગતા નથી. પણ આ બધું તમારો તકવાદ અને બકવાદ છે. માનવ જો અન્ય માનવીના ભાવો અને ધર્મો ન સમજી શકે, તો બીજું બધું નકામું છે.
સામાને સમજવાની કોશિશ આજના આપણા માંધાતાઓ કરે તો તંગ વાતાવરણ ઘણું ઓછું થઈ જાય. એટલે આજે દુનિયાને આવા અનેકાંતવાદની બહુ જરૂર છે. આવી સમજણ આવશે તો જ યુદ્ધ અટકશે; શાંતિ સ્થપાશે.
એક વાર બાપ-દીકરો લડી પડ્યા. દીકરો કહે : “હું આજે તમારી સાથે નહિ જશું.' એટલે પછી બાપ પાટલો ને થાળી લઈને તેની પાસે ગયો. કહ્યું : તું મારી સાથે નહિ જમે તો કંઈ નહિ, હું તારી સાથે જમીશ” – અને ઝઘડો શમી ગયો. જગતના વ્યવહારમાં આપણે આ લાવવાનું છે.
આજે આ લોકો બીજાને મારવા શસ્ત્રો ભેગાં કરી રાખે છે, પણ એ સમજતા નથી કે હું બીજાને મારવા શસ્ત્રો ભેગાં કરીશ તો બીજો પણ મને મારવા શસ્ત્રો ભેગાં કરશે. એટલે, બેઉ શસ્ત્રોનો ત્યાગ કરે તો ?
ન્યૂયોર્કમાં એક વાર ત્રણ મિત્રો રાત્રે સિનેમા જોઈને આવ્યા. ઉપર જવું હતું. લિફ્ટ બગડેલી હતી. ૬૦મે માળે રહેતા હતા, એટલે રસ્તો કાઢ્યો. નક્કી કર્યું કે વાર્તા કરતાં કરતાં ચઢીએ. પહેલા મિત્રે એક વાર્તા કહી; ૩) માળ ગયા. બીજા મિત્રે વાર્તા કહી અને ૬૦મે માળે આવ્યા. ત્રીજા મિત્રે પોતાની વાર્તા એક જ વાક્યમાં કહી દીધી કે આપણે ઉપર તો આવ્યા પણ બ્લોકની
ચાર સાધન : ૨૮૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org