________________
દાઢ્યું છે તે તમે જાણો છો ? ત્રણ વસ્તુ : સત્ય, સાદાઈ અને અહિંસા. તેના પર આપણે બાપુજીની સમાધિ બનાવી છે. અહીં આવી લોકો પગે પડીને કહે છે : “બાપુ, તમને અમે પૂજશું, પણ મહેરબાની કરીને આ ત્રણમાંથી કોઈને બહાર નીકળવા દેશો નહિ.” આમ આજે સિદ્ધાંતોને ભૂલીને મહાપુરુષોને આગળ કરવામાં આવે છે; અપરિગ્રહને બદલે આજે વધારેમાં વધારે પરિગ્રહ ભેગો કરવામાં આવે છે. અહિંસક દેશમાં આજે વધારેમાં વધારે હિંસા થવા લાગી છે. આપણે મહાપુરુષોના વિચારોને ભૂલી જઈએ છીએ. ઠેકઠેકાણે મંદિરો મળશે, પૂજા વધતી જાય છે, પણ વિચારો ભુલાતા જાય છે.
ભગવાન મહાવીર માનવ હતા. આત્મા હતા તેમાંથી એ પરમાત્મા બન્યા. કંકર પણ એમ ઘસાઈ ઘસાઈને છેવટે ગોળ બને, તો શંકર બને છે. સાધના કરતાં કરતાં માનવ કેટલો ઊંચો જઈ શકે છે તેનું જીવંત દૃષ્ટાંત ભગવાન મહાવીર છે.
અહિંસા પછી, જગતકર્તા વિષે પ્રભુએ કહ્યું : “આ દુનિયા માણસે જ બનાવી છે. માનવી જો સારો બને તો દુનિયા સ્વર્ગ જેવી બને, અને માનવી ખરાબ બને તો દુનિયા નરક બને. આજની લોકશાહીમાં જેમ દરેક માનવી, પ્રયત્ન કરીને, લાયકાત હોય તો વડા પ્રધાન બની શકે છે, તેમ અધ્યાત્મ ક્ષેત્રની અંદર, દરેક આત્માને આગળ વધવાનો સરખો જ હક્ક છે. તમે પણ ધારો તો મહાવીર બની શકો છો. દરેક આત્માની અંદર એ ભગવાન બેઠેલો જ છે; એ અંદર રહેલા ભગવાનને શોધવાનું કામ મનુષ્ય કરી શકે છે.'
ઊભો થઈ જા, પ્રમાદ છોડ અને આત્માની શોધ કર;' આ તેમનો બીજો વિચાર. કર્મવાદ ઉપર જ જગત ઊભેલું છે. માણસ જે બનવા ચાહે તે બની શકે છે.
ત્રીજો વિચાર તે અનેકાંતવાદ – ભગવાન મહાવીરની એ સંદરમાં સુંદર શોધ. દરેક વસ્તુને જુદી જુદી દૃષ્ટિથી જુઓ. એને અનેક પાસાં હોય છે. તેનો એક પ્રત્યક્ષ દાખલો લઈએ. પહેલા માળે ચડીને આપણે જોઈએ તો બંગલા ને માણસો અમુક જ દેખાય. બીજા માળ પરથી, બંગલાની પાછળ શું છે તે પણ દેખાય. ત્રીજા માળ પરથી, દૂરના નદીના પ્રવાહો પણ દેખાય, ચોથા માળ પરથી આખું શહેર દેખાય; પણ અસ્પષ્ટ. આમ જેમ ઉપર જુઓ, તેમ દર્શન બદલાતું જાય છે પણ દરેક દશ્ય સત્ય છે. આનું નામ અનેકાન્તવાદ. આપણે એકબીજાને વખોડીએ તે નહિ ચાલે. દરેકમાં વખાણવા જેવું પણ કંઈક હોય છે જ. આપણે એ જોતાં શીખવાનું છે.
કોઈ ઘઉં વીણતું હોય અને તેને આપણે પૂછીએ તો કહે: ‘ઘઉં વીણીએ
૨૮૦ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org