________________
માણસની મનોભૂમિકા ઉપર, માણસની માનસિક સ્થિતિ ઉપર સાધનની કેવી ઘેરી અસર છે ! જો માણસ એમ માનતો હોય કે એ સ્વાધીન છે તો તે બરોબર નથી: એ તો સાધનનો અનુચર છે. આ અનુચરપણું પણ ધીમે ધીમે એના લોહીમાં એટલું બધું ઊતરતું જાય છે કે બાપ એનો વારસો દીકરાને દેતો જાય, ને દીકરો એના દીકરાને દેતો જાય. એમ કરતાં કદાચ એક દિવસ એવો પણ આવે કે, માણસને થાય કે બધું જ કામ સાધનો દ્વારા થાય છે. તો પછી માણસની કિસ્મત શી ?
ગાય, ભેંશ અને બકરી દૂધ આપે ત્યાં સુધી કામના, પછી એ કતલખાને જાય. માણસની સેવા કરનારને છેલ્લે આમ કપાઈ મરવું પડે છે ! આ રીતે માણસની સ્વાર્થવૃત્તિએ કતલખાનાં વધાર્યા છે. માણસને દૂધથી કામ છે, ગાયથી નહિ. પહેલાના જમાનામાં ગાયને “માતા” કહેતા; દૂધ એ સાધન હતું. પશુની કરુણા મુખ્ય હતી. ત્યારે એના પ્રાણનો વિચાર હતો. પણ આજે ?
આજે એનો વિચાર કોણ કરે છે ? માણસ કહે છે: “અમને દૂધ મળી ગયું. પછી એ ગાયો ઘરડી થાય, નકામી થાય, કસાઈખાને જાય, ખાડામાં પડે કે ગમે ત્યાં જાય, એમાં એમને શું ? આમાંથી છેલ્લો વિચાર એવો કેમ ન આવે કે બાપ કામ કરે, રળીને આપે અને માતા ઘરનાં છોકરાં રમાડે ત્યાં સુધી ડોસાડોસી કામના, પછી એ જાય વૃદ્ધઘરોમાં.'
વધુમાં આજનો અદ્યતન યુવક કહે છે: “વૃદ્ધો નિરર્થક છે. એ લોકો કમાતા નથી. સમાજને, દેશને કોઈનેય લાભ આપતા નથી. એવાઓનો સંગ્રહ શા માટે ? એમને ઠેકાણે પાડો. જગ્યાની તંગી છે. આવાઓને ખસેડી જગ્યા કરો.”
આજ યુરોપમાં “ઘરડાંનાં ઘરો” વધતાં જાય છે. ત્યાંના ઘરડા-બુઢા માણસો જ્યારે પ્રવાસે-ટૂર ઉપર આવે છે, ત્યારે તે કહે છે: “વૃદ્ધાવસ્થા એ ભારે મૂંઝવણનો પ્રશ્ન છે. એ શા માટે ? ઘરડાં થયાં એટલે કરવું શું ?'
- ઘરડાંઓને જોતાં આપણને દયા આવે. ધોળો વાળ દેખાય ત્યારથી તેમનામાં ચિંતા ઊભી થાય. પછી બાપડા દવા લગાડીને કાળા વાળ કરે; કરચલીઓ પડી ગઈ હોય તો એને મસાજ કરી સરખી કરાવે ને હંમેશા યુવાન દેખાવા પ્રયત્ન કરે. પણ કાળનો પ્રવાહ, દેહનો ધર્મ અને ઇંદ્રિયોમાં આવતું પરિવર્તન કેમ રોકાય ? માણસ ગમે એટલો સાવધાન રહીને પ્રયત્ન કરે તો પણ દેહના ઉપર કાળની અસર થવાની જ.
પ્રકૃતિનો ધર્મ પ્રકૃતિ છોડી દે તો પછી એમાં પ્રકૃતિપણું રહેતું નથી. પ્રકૃતિનો ધર્મ એ છે કે દરેક વસ્તુમાં પલટો લાવવો. લોખંડ જેવું લોખંડ અને સ્ટીલ જેવું સ્ટીલ પણ ઘસાઈ જાય છે. સ્ટીલનાં યંત્રોને પણ ઘસારો લાગે જ
૨૮૮ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org