________________
તાકાત છે કે આત્માને દાટી શકે ? માટીમાંથી બનેલો અને ધૂળમાં મળી જવાનો તે આત્મા નહિ પણ દેહ છે. દેહને આત્મા માની બેસવું એ કેવી ભૂલ છે ! દેહ તો નીચે રહેનાર વસ્તુ છે; જ્યારે આત્મા તો ઉપર જનાર ચૈતન્ય છે. એકનો માર્ગ અધોગામી છે; બીજાનો માર્ગ ઊર્ધ્વગામી છે. Ten Commandments એ તત્ત્વજ્ઞાન નહિ પણ માત્ર નીતિસૂત્રો છે. ત્યાં આત્માને પરમાત્મા બનાવવાની કે ચૈતન્યતા ઊર્તીકરણની કોઈ વાત નથી. આપણે આ બે વચ્ચેનું અંતર સમજવા જેવું છે. તત્ત્વજ્ઞાન અને નીતિ-સૂત્ર વચ્ચે ઘણું અંતર છે. તત્ત્વજ્ઞાનમાં આત્મા અને મોક્ષ બધું આવે, જ્યારે નીતિમાં માત્ર આ લોક અને તેનો વ્યવહાર જ આવે. હા, આ વ્યવહાર શુદ્ધ બનાવવાની જરૂર છે જ; પણ ત્યાં આપણે અટકવાનું નથી, આગળ વધવાનું છે. જીવ અને જગતના સૂક્ષ્મ સંબંધને જાણવાનો છે અને જગતમાં રહેવા છતાં, જીવનને અલિપ્ત રાખવાનું છે. નૌકા તો તમે જોઈ છે ને ? એ પાણી વચ્ચે અને પાણીની અંદર રહેવા છતાં પોતાની અંદર પાણીને આવવા નથી દેતી. સરિતા અને સાગરને એ તરી જાય છે; અંદર બેસનારને સામે પાર ઉતારી જાય છે. તેમ, જો તત્ત્વજ્ઞાનનાં દિવ્ય નયન મળે તો સંસારમાં રહેવા છતાં તમે તરી જાઓ અને સંસારને સંસારના મૂળ સ્વરૂપે જોઈ, એમાંથી છોડવા લાયક, જાણવા લાયક અને આચરવા લાયક – આ ત્રણે વાતનું રહસ્ય સમજીને જીવન જીવી
શકો.
આ દિવ્ય નયનનો પ્રકાશ મળતાં, પછી મરણ પણ ભયજનક કે શોકજનક નહિ લાગે. તમને એમ જ લાગશે કે આ તો માત્ર એક પ્રવાસ છે – ચિરપ્રવાસ છે.
મૃત્યુ માટે રવીન્દ્રનાથે એક સુંદર અને મધુર કલ્પના આપી છે. એક મા પોતાના બાળકને ધવરાવતી હોય છે. જમણા થાનમાં દૂધ ઓછું થતાં, તેને એ ત્યાંથી ઉપાડી લે છે અને બાળક રડવા મંડી પડે છે. હાથ-પગ પછાડે છે. ત્યાં તો મા એને પોતાના ડાબા થાન પર મૂકી દે છે. દૂધ મળતાં બાળક ચૂપ થઈ જાય છે, રાજી રાજી થઈ જાય છે, વધારે દૂધ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે, માણસ પણ અજ્ઞાન છે. મૃત્યુ વખતે એ રડે છે. જો એની પાસે સુકૃત હોય તો એ ત્યાંથી ઉચ્ચ ગતિએ જ જવાનો. કાળ કહે છે કે તું ક્યાં મરી જાય છે ! તારું શરીર હવે કામ કરતું નથી એટલે એને બદલવાની માત્ર જરૂર છે. તારા કાન સાંભળતા નથી એટલે તારે સાંભળવા માટે યંત્રની મદદ લેવી પડે છે. તારી આંખ જોતી નથી એટલે જોવા માટે તારે કાચ ચઢાવવા પડે છે. દાંત પડી ગયા છે એટલે તારે ચાવવા માટે ચોકઠાં ચઢાવીને ચાવવું પડે છે. તું ઊભો થઈ શકતો નથી એટલે તારે ટેકો લેવો પડે છે તો ચાલ, તારું
ચાર સાધન
૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org