Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 303
________________ શરીર જીર્ણ થયું છે, તે એને બદલી નાંખીએ. કાળની આ વાત, માણસ સમજતો નથી અને રોવા બેસે છે. ખરી રીતે તો મૃત્યુ એટલે એક નીરસ સ્થાનને છોડી, સરસ સ્થાનમાં જવાનું. એક એવું ઘરડું માણસ હોય કે જેની સામે કોઈ ન જુએ, પણ મરીને એ બાળક થઈ અવતરે એટલે સૌ એને રમાડવા દોડે, ઉપાડી ઉપાડીને બચીઓ કરે. આમાં શું આત્મા બદલાયો છે ? - ના, માત્ર શરીર બદલાયું છે. એટલે તો આપણા જ્ઞાનીઓ માણસ મરતાં એ પાછો' થયો એમ કહે છે. મર્યો નહિ પણ પાછો” થયો. એટલે કે, પાછો થઈ ગયો, પાછો જન્મી ગયો. આ વાત જો સમજાઈ જાય તો પછી મરણની ભીતિ રહે ? આજે મરણથી લોકો આટલા ફફડે છે તે પછી ફફડે ? આ વિચાર અને નિર્ભયતા, દશ લાખ રૂપિયા ખર્ચો તોય નહિ મળે. મળે માત્ર દિવ્ય નયનથી. આ વાત અંદરથી આવવી જોઈએ – કળી ખીલીને કમળ બને તેમ તમારા અંતરમાં જ આ વિચાર પૂર્ણ રીતે ખીલવો જોઈએ. પછી તમને તમારું જીવન કોઈ જુદું જ, રસભરપૂર બની ગયેલું જણાશે. આ વિચારને સ્થાયી અને દઢ બનાવવા માટે માણસે સમયે સમયે વિચારતા રહેવું જોઈએ કે, હું કોણ છું ? મારું અહીં શું સ્થાન છે ? અને હું ક્યાં જવાનો છું ? આ વિચારોની સતત ધારાથી આપણે આ બદ્ધ વર્તુલથી પર જઈ શકીશું – રૂપ અને રંગમાં, નામ અને આકારમાં અટવાઈ ન જતાં, તેની પેલી પાર જઈ શકીશું. માણસ જેમ બગીચામાં જઈ હવાફેર કરી આવે તેમ, આપણે પણ ચૈતન્યના સામ્રાજ્યમાં વિહરી, આપણાં મન અને મગજને હવાફેર કરાવી શકીશું. માણસ એ માત્ર આ શરીર જ નહિ. પણ બીજું પણ “કંઈક' છે. જે આ “કંઈક” છે. જે આ “કંઈક' છે તે આ તનમાં છુપાયેલું છે. તે બહાર ક્યારે આવે ? એના પરનું ઢાંકણ ખસે તો ને ? શીશીમાં અત્તર ભર્યું હોય પણ ઉપર સખત બૂચ હોય તો અંદરની સુવાસ બહાર કેમ પ્રસરે ? એ ઢાંકણ ઊઘડતાં જ જેમ હવામાં સૌરભની માદકતા છવાઈ જાય છે, તેમ ચેતન પણ આ આકારોની દુનિયામાંથી બહાર નીકળી નિરાકારમાં વિહરે, તો એનેય ઘડીભર અપૂર્વની અનુભૂતિ થાય. માણસને આ અપૂર્વની અનુભૂતિ ન થાય અને માત્ર યંત્રવાદના વાતાવરણમાં જ એ જીવ્યા કરે તો તે દિવસે એવું પણ બને કે માણસ યંત્રનો ઉપયોગ કરે છે તેને બદલે યંત્ર, માણસનો ઉપયોગ કરતું થઈ જાય. બુનિયાદી વિચારધારા પણ હવે આ જ કહે છે ને કે સાધનને તમે આધીન ન બનો પણ સાધનને તમારે આધીન રાખો. એટલે કે, સાધનથી કામ લો, પણ સાધનની ગેરહાજરીમાં તમે પરવશ કે નિર્માલ્ય ન બનો. ૨૯૪ * ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338