________________
આત્માઓનાં દુ:ખદર્દો તેમનાથી અજાણ્યાં ન હતાં.
૩૦ વર્ષની ભરયુવાન વયે ભગવાન મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. મહત્તાને પામવાને માટે કોઈક જાતની સાધના અને સંશોધન જરૂરી છે. ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સુધી એકાગ્ર બનીને એવી સાધના કરી કે જેમાં ખાવાપીવાનું, પહેરવા-ઓઢવાનું ભુલાઈ ગયું હતું. સંપૂર્ણ મૌનવાળી એ ઉગ્ર સાધના હતી.
એ સાધના અને આત્મસંશોધનમાંથી ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે બ્રાહ્મણો એમ કહેતા કે અમે શ્રેષ્ઠ છીએ અને બીજાં બધાં અમારા અંગઉપાંગ છે; ત્યારે ભગવાને જણાવ્યું કે, “તમારામાં જે આત્મા છે તેવો જ આત્મા એક શૂદ્રમાં છે; કીડી-મંકોડીમાં છે; સર્વ જીવમાં છે; તમને જેમ સુખ પ્રિય અને દુ:ખ અપ્રિય છે, તેમ તેમને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. કીડીને પણ તડકો ગમતો નથી. નાનામાં નાનું જંતુ જીવવાને ચાહે છે.” ભગવાન મહાવીરનો આ પહેલો વિચાર હતો.
તમે બીજાને સુખ આપશો તો તે ફરીને અંતે તમારી પાસે જ આવશે, અને તમે જો બીજાને દુ:ખ આપશો તો તે પણ ફરીને અંતે તમારી પાસે જ આવશે. દુનિયા ગોળ છે સુખ યા દુઃખરૂપી તમે છોડેલું બાણ, અંતે દુનિયાનું ગોળ ચક્કર લગાવીને છેવટે તમારી તરફ જ પાછું ફરશે એ ભૂલવું ન ઘટે. કાનમાં ખીલા મારવા આવેલા માનવીને માટે પણ ભગવાન મહાવીરે પ્રેમની લાગણી બતાવી હતી. ગાંધીજીને ગોડસેએ ગોળી મારી ત્યારે ગાંધીજી પણ મોઢામાંથી કટુ વચન ન બોલતાં ‘હે રામ' બોલેલા.
જેના મોઢામાંથી ગાળ નીકળે છે એ મહાવીરનો શિષ્ય બનવાને લાયક નથી. ભગવાન મહાવીરના ઉપદેશની અસર આજે પણ જગત ઉપર છે. ગાંધીજીએ પણ એ જ વાત કહી છે કે હરિજન પણ એક માનવી છે. જો તમે તેને તરછોડશો તો દુશ્મન બનીને એ એક દિવસ તમારું ગળું કાપશે. શ્રી કેનેડી Flower of humanity માનવતાનું પુષ્પ હતા. તેમણે કહેલું : “કાળી પ્રજા હોય કે ધોળી પ્રજા; એ તો ચામડીનો ભેદ છે. બાકી બધાંની અંદર એકસરખો આત્મા બેઠો છે.''
---
Jain Education International
=
આજનો જમાનો જરાક કોઈને ઊંચો જુએ તો તેને પાડી દે છે, અને પછી ગ્લાસ ભરીને પાણી પાય છે. પહેલાં મારે છે, પછી એનાં પૂતળાં બનાવીને એની પૂજા કરે છે.
એક વાર એક ભાઈ દિલ્હી ગયા. એ એક મિત્રની સાથે સમાધિઘાટ પર ગયા. ત્યાં એ મિત્રની નાની છોકરીએ જણાવ્યું કે આ સાધિ નીચે શું
ચાર સાધન : ૨૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org