________________
–એટલું જ નહિ પરંતુ આ પ્રક્રિયામાં એ દેવતાની અધમતા ઓગળી ગઈ...ગર્વ ઓગળી ગયો અને તે પ્રભુને ચરણે પડ્યો.
- ત્યારે ભગવાન મહાવીરની આંખમાંથી વેદનાનાં આંસુ સરી પડ્યાં. એ આંસુ એમનાં દુ:ખનાં હતાં ?
ના, એમની વેદના તો એ હતી કે એમના સમાગમમાં આવવા છતાં, સંગમ નામના દેવતાએ છ-છ મહિના સુધી પાપના જ ધંધા કર્યા ! આવાં પાપ કરીને એને દેવગતિમાંથી નીચે ગતિમાં જવું પડશે એ ખ્યાલે ભગવાન મહાવીરના હૃદયમાં કરુણા ઊપજી. કરુણાને લીધે એમની આંખમાં આંસુ આવ્યાં.
આ રીતે સાધના દ્વારા કરૂણાનો છંટકાવ કરતા ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સુધી અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા અને અંતે સાધના અને આરાધનાથી સાડાબાર વર્ષને અંતે એમનાં કર્મો નાશ પામ્યાં અને તેઓ કેવળજ્ઞાન પામ્યા.
એ જ્ઞાનભાનુએ એમના અંતરને જ નહિ, સારીય આલમના અંતરને અજવાળ્યું છે....
એનાં પ્રકાશકિરણો આજે પણ અનેક આગમોના રૂપમાં માનવહૈયાના અંધારા ખૂણાઓને અજવાળી રહ્યાં છે.
બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા.
એ ગયા પણ એમણે દીધેલા જ્ઞાનનું અમૃત આજે પણ માનવજાતને દિવ્યતા આપી રહ્યું છે.
તેઓ કહી ગયા છે કે, “આચારમાં અહિંસા લાવો, વિચારમાં અનેકાંત.”
એમની આ વાત પ્રજા જીવનમાં ઉતારશે તો જ યુદ્ધો અટકશે અને શાંતિ પ્રસરશે.
એમનો આ પ્રકાશ આપણા અંતરમાં પ્રસરો એ જ પ્રાર્થના
* ચોપાટીના સાગરકિનારે તા. ૬-૪-૬૩ની સાંજે વિશાળ માનવસાગર સમક્ષ વહેલ પ્રભુની
જીવનઝરમરની સ્મૃતિનોંધ.
ચાર સાંધન - ૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org