________________
સાગરનાં પાણીમાં સળગતો ફટાકડો નાખીએ તો સાગરને કશુંય ન થાય... પરંતુ ફટાકડો જ બુઝાઈ જાય તેવું બન્યું. મહાવીર તો પ્રેમના સાગર હતા.. ચંડકૌશિકના ક્રોધાગ્નિનું ઝેર એમને કશું કરી શક્યું નહિ. મોટા મોટા ડોળા કાઢ્યા તોય કશું ન વળ્યું એટલે તે ખૂબ ખિજાયો અને દોડીને મહાવીર ભગવાનને જોરથી દંશ માર્યો.
દંશ મારતી વખતે એને એમ હતું કે દેશ લાગતાં જ ભગવાન સૂર્ણા ખાઈને એના પર ઢળી પડશે અને એ ઢળી પડે ત્યારે પોતે ચગદાઈ ન જાય એટલા માટે એ દેશ મારીને દૂર હસ્યો.
પરંતુ દંશ માર્યો ત્યાં તો ભગવાનના શરીરમાંથી દૂધની સેર છૂટી.. જીવમાત્ર પરત્વેના પરમ પ્રેમનું આ જાજ્વલ્યમાન ઉદાહરણ હતું.
આજના વિજ્ઞાનના જમાનામાં ઘણાંને આ વાત જુદી હોય તેવું લાગે છે. હું ભાવનગરમાં હતો ત્યારે ડૉ. હેમંતકુમારે આવી શંકા ઉઠાવેલી. એમણે કહ્યું હતું : “મહારાજ, આ વાત કલ્પનાભરી નથી લાગતી ? મેં અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે કેટલાંય સ્થળોએ અનેક જાતનાં ઑપરેશન કર્યા છે, અને જોયાં છે, પરંતુ મેં ક્યાંય માનવશરીરમાંથી દૂધ નીકળતું જોયું નથી.”
ત્યારે મેં કહ્યું : “ભાઈ, તમે અનેક ઑપરેશન કરવા છતાં લોહીને બદલે દૂધ નીકળતું નથી જોયું; જ્યારે મેં તો વિના ઑપરેશને જ લોહીને બદલે દૂધ નીકળતું જોયું છે. સ્ત્રીને જ્યારે માતૃત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એનાં સ્તન દૂધથી લચી પડે છે કે નહિ ? કહો, આ વખતે લોહીને બદલે દૂધ ક્યાંથી આવતું હશે ?”
ત્યારે ડૉક્ટર કહે, “તે વખતે લોહીનું રીફાઈન થઈ જાય છે.” મેં પૂછ્યું, “કેમ થઈ જાય છે ?”
તો કહે, “એ વખતે માતામાં વાત્સલ્ય પ્રગટે છે. બાળક પ્રતિ પ્રેમ જાગે છે.”
ત્યારે મેં કહ્યું હતું : “એક બાળક પ્રત્યે જાગેલા વાત્સલ્યને લીધે જ સ્તનમાં દૂધ છલકાઈ જતું હોય તો પછી પ્રાણીમાત્ર પરત્વે જેના અંતરમાં અસીમ પ્રેમ છલકાતો હોય એનાં અંગેઅંગમાં દૂધ વહે તો તમને નવાઈ લાગે ?”
ડૉક્ટરે હસીને કબૂલ કર્યું : “આપની વાત તદન સાચી છે.”
દેશ દેનાર પ્રત્યે પણ દયા દાખવીને એનું દેશીલું મોં દૂધથી ભરી દેનાર મહાપુરુષે સર્પને કરુણામય રીતે કહ્યું : “બુઝ-બૂઝ – જરાક બોધ પામ. તું આજ સુધી બહુ સળગ્યો, હવે તો જરા શાંત થા. તારો ક્રોધ તને જ સળગાવે
ચાર સાધન - ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org