________________
વર્ધમાનને ખભે બેસાડ્યા. અને પછી તો દેવ તાડની જેમ વધવા જ લાગ્યો. વર્ધમાનને થયું : આ કોઈ ડરાવવા આવ્યો લાગે છે.
- વર્ધમાને મૂઠી વાળીને એના માથે એવો પ્રહાર કર્યો કે એ બેવડ વળી ગયો.
આથી એણે નમન કરી કહ્યું : “વર્ધમાન, તમે મહાન છો, મહાવીર છો. હું “દેવ' તમારા ચરણોમાં નમન કરું છું.”
ત્યારથી વર્ધમાન “મહાવીર' કહેવાયા.
એ યૌવનમાં આવ્યા. માતાપિતાના આગ્રહથી એમનાં લગ્ન યશોદા સાથે થયાં. એમની પુત્રીનું નામ પ્રિયદર્શના હતું. એ સંસારમાં હતા પણ જલકમળની જેમ જળમાં રહેવા છતાં અધ્ધર અને અલિપ્ત હતા.
ભગવાન મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે મા-બાપ દેવલોક પામ્યાં. એટલે પોતે કરેલી પ્રતિજ્ઞા મુજબ ત્યાગના માર્ગે જવા માટે તેઓ મુક્ત થયા.
આ માટેની તેમણે તૈયારી કરી એટલે મોટાભાઈ નંદિવર્ધને કહ્યું : “ક્યાં ચાલ્યા ?”
ત્યારે વર્ધમાને કહ્યું : “ભાઈ, હું સંસારનો જીવ નથી. હું ભોગ માટે નહિ, ત્યાગ માટે આવ્યો છું. મને મારો પંથ બોલાવી રહ્યો છે. જન્મ, જરા અને મૃત્યુથી રિબાતાં પ્રાણીઓની ચીસો મને સંભળાય છે. મને જવા દો, મુક્તિને માર્ગે જવા દો.”
ત્યારે નંદીવર્ધને દુ:ખ સાથે કહ્યું: “પિતા જાય, માતા જાય અને નાનો ભાઈ પણ જાય ત્યારે મારા હૃદયને શું થાય તેની કલ્પના તો કરો. તમે સંસારી જીવ ભલે ન હો, અમે તો સંસારી જીવ છીએ ને ? સૌની દયા કરનાર તમે તમારા મોટા ભાઈ પર દયા નહિ કરો ? મારી ખાતર બે વર્ષ અહીં વધુ રહો.”
મહાવીરનો આત્મા નેહથી નીતરતો હતો. તેઓ મોટા ભાઈના સ્નેહને અવગણી ન શક્યા અને બે વર્ષ સંસારમાં રહ્યા – પણ સાધુની જેમ. ત્રીસમે વર્ષે એમણે સંસાર છોડી સંયમ લીધો અને આત્મસંશોધનની સાધનામાં લાગ્યા.
સાડાબાર વર્ષ લગી એમણે અપ્રમત્ત રહી સાધના કરી. આ સાધનાકાળ ઘણો જ કપરો હતો.
આ સાધના દરમ્યાન તેઓ એક વાર ઝાડ નીચે ઊભા હતા, ત્યાં એક ગોવાળ આવ્યો અને “આ મારા બળદને સાચવજો” એમ કહી તે ચાલ્યો ગયો.
ભગવાન મહાવીર તો ધ્યાનમાં હતા એટલે ગોવાળના ગયા પછી બળદ રખડવા ચાલ્યા ગયા. પેલા ગોવાળે પાછા આવીને જોયું તો બળદ નહોતા. તેણે
ચાર સાધન ૯ ૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org