________________
હતો. ચોતરફ અંધકાર જ હતો. એવે ટાણે એ અંધકારને ભેદનાર આ પરમ તેજનો પ્રાદુર્ભાવ થયો.
ભગવાન મહાવીર એ જન્મ જન્મની સાધનાનું પરિણામ છે. એમની સાધના એમના આ જન્મ પહેલાંની છે. તેથી જ એ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે એમને વિચાર આવ્યો કે, મારા અંગનાં હલનચલન અને વિકાસને લીધે માતાને વેદના થતી હશે.
એટલે તેમણે અંગો સંકોચવા માંડ્યાં.
આ બનાવથી માતા ત્રિશલાને ચિંતા થઈ કે મારા ઉદરનો ગર્ભ ગાયબ થઈ ગયો કે શું ?
કશું નક્કી થઈ શક્યું નહિ, એટલે માતાએ વિષાદભર્યા કરુણ સ્વરે વિલાપ આદર્યો.
માતાનો આવો અપૂર્વ પ્રેમ જોઈ તેમણે પગનો અંગૂઠો હલાવી પોતાના અસ્તિત્વનો ખ્યાલ આપ્યો; અને માતાજી રાજીરાજી થઈ ગયાં. માતાની આવી મમતા જોઈ એ મહાપુરુષે ગર્ભમાં જ સંકલ્પ કર્યો કે આ દુનિયા પર હું અહિંસા અને ત્યાગનો માર્ગ પ્રવર્તાવવા આવ્યો હોવા છતાં જ્યાં સુધી મારાં માતા-પિતા આ દુનિયા પર જીવતાં હશે ત્યાં સુધી સંયમની દિશા નહિ લઉં.
આ પ્રસંગ માતાપિતા પ્રત્યેનો ભક્તિભાવ અને વિનય સૂચવે છે.
એમના આગમન સાથે જ એમના કુળમાં બધી જ રીતે વૃદ્ધિ થવા લાગી. ધનધાન્ય, ઇજ્જત, આબરૂ, સુખશાંતિ વધવા લાગ્યાં. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીએ પોતાનાં સ્વજનોને કહ્યું : “આ બાળકના આગમન સાથે અમારા ઘરમાં લક્ષ્મી અને શાન્તિ પણ વધવા લાગી છે એટલે અમે આનું નામ વર્ધમાન' રાખીશું.”
આ બાળક વર્ધમાનના જન્મની ખુશાલીમાં રાજાએ બધા કેદીઓને મુક્ત કર્યા, પ્રજાજનોને ભોજન આપ્યાં, ગરીબોને દાન દીધાં.
વર્ધમાન આઠ વર્ષના હતા ત્યારે તે પોતાના બાળસખા સાથે રમવા ઉપવનમાં ગયા. તે વખતે ઇન્દ્રસભાનો એક દેવ એમની પરીક્ષા કરવા આવ્યો, અને રમતાં બાળકોની વચ્ચે સર્પ થઈ પ્રગટ થયો. બાળકો ચીસ નાખી નાઠાં. વર્ધમાને કહ્યું : “ડરો નહિ. ડરે તે મરે. આપણે એનું કંઈ બગાડ્યું નથી તો એ આપણને શા માટે કરડે ?” એમ કહી પૂંછડીથી પકડી સર્પને દૂર ફગાવ્યો.
વર્ધમાનનો આ અભય જોઈ ઇન્દ્રસભાનો આ દેવ ચકિત થઈ ગયો. ફરી એક વધુ કસોટી કરવા એ બાળક બની આ બાળકો સાથે રમવા લાગ્યો. એનો દાવ આવતાં એ હાર્યો અને વર્ધમાન જી ત્યા એટલે રમતના દાવ પ્રમાણે એણે
ર૭૨ - ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org