________________
Jain Education International
૬૧. આજના યુગમાં માનવીનું સ્થાન
+>&>
જના આપણા પ્રવચનનો વિષય
આ છે. આજના યુગમાં માનવીનું
સ્થાન'. વિશ્વમાં પ્રત્યેક વસ્તુનું આગવું સ્થાન હોય છે, તો માનવીનું સ્થાન કેમ ન હોય ? દરેક જમાનામાં માનવીનું એ સ્થાન હોય છે જ. કારણ કે માનવીને સર્વશ્રેષ્ઠ ને ઉદાત્ત ગણવામાં આવ્યો છે. કોઈ પણ એવો યુગ ન હોઈ શકે કે જેમાં માનવીનું સ્થાન ન હોય.
પણ જો દરેક
સ્થાન એક સરખું જ આવો વિષય શા માટે રાખવો પડે ? આજના યુગમાં માનવીનું સ્થાન એટલે શું ? એટલે એમ લાગે છે કે તેનું મૂલ્યાંકન બદલાય છે; બદલાયું છે; એનું સ્થાન બદલાયું છે. અને જ્યારે વસ્તુનું આમ મૂલ્યાંકન બદલાઈ જાય છે, ત્યારે એની એ જ વસ્તુ, કોઈક વાર સસ્તી બની જાય છે અને કોઈક વાર મોંઘી પણ બની જાય છે.
તો આજના યુગમાં માનવી ક્યાં છે, માનવીનું મૂલ્યાંકન શું છે, તેનો વિચાર
૨૮૪ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
યુગમાં માનવીનું હોય તો આપણે
www.jainelibrary.org