________________
કૂતરો નજીક આવતો હોય તો હડ હડ કરો તો તરત એ ભાગી જશે. એમ માણસને કહો : ‘પધારો શેઠ' તો તે જરૂર આવવાનો. પણ જમાડ્યા પછી કહો કે તમારા જેવા બેકારો અહીં ઘણા આવે છે; જમાડવા પડે એટલે જમાડીએ છીએ;
આટલાં અશિષ્ટ વચનોથી સારામાં સારું ખાધેલું પણ બળીને ભસ્મ થઈ જાય છે.
જ્યારે એક ગરીબ, સૂકો રોટલો આપીને કહે ‘તમારા જેવા મહાપુરુષનાં પગલાં અમારા જેવા ગરીબના ઘ૨માં ક્યાંથી ?' તો જમનાર પર કેવી અસર થાય ? શબ્દોનો કેવો જાદુઈ પ્રભાવ છે !
મને એક દૃશ્ય યાદ આવે છે. એક ભિખારી બહુ જ વૃદ્ધ અવસ્થાએ ભીખ માગતો હતો, તે રસ્તામાં લાંબો હાથ કરી ઊભો હતો. તેને માગતાં આવડતું હતું, પણ એ બોલ્યા વિના જે મળે તેથી એ સંતોષ માનતો.
માર્ગ પરથી અનેક જતા. કોઈ જોયા કરતા, કોઈ હાંસી કરતા. કોઈ પૈસો બે પૈસા આપતા. કોઈ ટીકા પણ કરતા. માણસની જાત ઘણી વિચિત્ર છે. માણસ કંઈ ન કરી શકે, તો ટીકા તો કરી શકે. જે લોકો કંઈ નથી કરતા, તે બેઠા બેઠા આ કામ સરસ રીતે કરતા હોય છે !
આ વૃદ્ધ ભિક્ષુક પાસે થઈને, એક સજ્જન પસાર થયો. તેને કંઈક આપવાની ભાવના થઈ. ખિસ્સામાં હાથ નાખ્યો. કાંઈ ન મળ્યું. બધાં ખિસ્સામાં જોઈ લીધાં. કાંઈ ન મળ્યું. પાકીટ ઘેર રહી ગયું હતું.
તે સજ્જનને આપવું હતું, પણ આપી ન શક્યો. મનમાં દુઃખ થયું. તેણે ભિખારીને સહાનુભૂતિભર્યા મીઠા શબ્દોમાં કહ્યું : “દાદા, આજ ખિસ્સું ખાલી છે. દિલ છે, પણ દ્રવ્ય નથી, શું કરું ? મારા ઘરે આવશો ?
વૃદ્ધે જવાબ આપ્યો : ‘ભાઈ, ઘણા ઘણું આપે છે. પણ એના કરતાં તમે તો ઘણું ઘણું મને આપ્યું છે. તમે જે સ્નેહભરી સહાનુભૂતિ બતાવી તે મારે મન ઘણું છે. ધન ઘણા આપે છે, પણ મન કોઈ આપતું નથી. સ્નેહનો શબ્દ કોઈના મોંએથી સાંભળ્યો નથી. આજે તમે મને એ સાચા સ્નેહભીના શબ્દો આપ્યા છે !'' અને એ વૃદ્ધની આંખના ખૂણે એક આંસુ ઝૂલી રહ્યું. માણસ માણસને મળે ત્યારે વાતો દ્વારા વિચારનો વિનિમય થવો જોઈએ. તેને બદલે એકબીજાની નિંદા અને કાપવાનું શરૂ કરે તે શું યોગ્ય છે ? માનવી પાસે શબ્દનું શસ્ત્ર છે પણ તેનો સદુપયોગ નથી. જો એનો સદુપયોગ થાય તો આ સંસાર સ્વર્ગ બને; આ ઉજ્જડ જીવન નંદનવન બને.
કે વાણીથી પરોપકાર થાય તો બોલો, અન્યથા મૌન
જ્ઞાનીઓ કહે છે
Jain Education International
૨૪૬ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org